Gujarati Video: અમદાવાદના બાપુનગરથી ગુમ થયેલા 5 બાળક પાવાગઢથી મળી આવ્યા, મા-બાપથી નારાજ થઈને નાની વયમાં ગંભીર પગલુ ભર્યુ
અમદાવાદના બાપુનગરમાંથી 6 દિવસથી ગુમ થયેલા પાંચેય બાળકો પાવાગઢથી મળી આવ્યા છે. જે બાદ વાલીઓએ રાહતનો શ્વાસનો લીધો છે. બાપુનગર પોલીસની એક ટીમ બાળકોને પાવાગઢથી લઇને પરત આવી છે. બાપુનગરની એક જ વિસ્તારના આ પાંચ બાળકો શાળાએ જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા.પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બાળકોને ઘરમાં વિવિધ બાબતે માતા-પિતાથી ઠપકો મળ્યો હતો.
Ahmedabad : અમદાવાદના બાપુનગરમાંથી 6 દિવસથી ગુમ થયેલા પાંચેય બાળકો પાવાગઢથી મળી આવ્યા છે. જે બાદ વાલીઓએ રાહતનો શ્વાસનો લીધો છે. બાપુનગર પોલીસની એક ટીમ બાળકોને પાવાગઢથી લઈને પરત આવી છે. બાપુનગરની એક જ વિસ્તારના આ પાંચ બાળકો શાળાએ જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા.
આ પણ વાંચો : Ahmedabad: સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, જાણો અમદાવાદ માટેના કયા મહત્વના કામ મંજૂર થયા
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બાળકોને ઘરમાં વિવિધ બાબતે માતા-પિતાથી ઠપકો મળ્યો હતો. જેથી નારાજ થઈને આ પ્રકારનું પગલું ભર્યું હતુ. બાળકો ઘરેથી નીકળીને પહેલા વડોદરા ગયા, ત્યાંથી પાવાગઢ અને ગળતેશ્વર ફર્યા હતા. જો કે પૈસા ઓછા પડ્યા હોવાથી બાળકો પાવાગઢ પરત ફરીને લોકો પાસે કામ અને નોકરી માગી રહ્યા હતા.
CCTVને આધારે તપાસ કરીને બાળકોને શોધ્યા
પાવાગઢની લોકલ પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે આ બાળકોની ગતિવિધિ વિશે જાણ થઈ હતી. જે બાદ બાળકોને અમદાવાદ પોલીસને સોંપ્યા છે. મહત્વનું છે કે બાળકો ગુમ થતા પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે CCTVને આધારે તપાસ કરીને બાળકોને શોધી કાઢ્યા છે. તો ઉલ્લેખનીય છે, બાળકોએ પોતાના મા-બાપથી નારાજ થઇને નાની વયમાં આ પ્રકારનું ગંભીર પગલું ભર્યું હતુ. માતા-પિતાએ બાળકોની વધારે કાળજી રાખવી જરૂરી બની ગઈ છે.