Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આણંદ કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ, Video વાયરલ થવાને લઈ IAS સામે તપાસ શરુ કરાઈ હતી

આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કલેકટરનો ચાર્જ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હોવાનો પણ આદેશ કરાયો છે.

Breaking News: આણંદ કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ, Video વાયરલ થવાને લઈ IAS સામે તપાસ શરુ કરાઈ હતી
Anand Collector IAS DS Gadhvi
Follow Us:
| Updated on: Aug 09, 2023 | 10:49 PM

આણંદથી મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કલેકટરનો ચાર્જ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હોવાનો પણ આદેશ કરાયો છે. IAS અધિકારી મિલિંદ બાપના આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. નવો આદેશ થાય ત્યાં સુધી બાપના ક્લેકટર તરીકેનો ચાર્જ સંભાળશે. ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

ક્લેકટર ડીએસ ગઢવીની ગેરશિસ્ત સામે રાજ્ય સરકારે પગલા લેતા તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.  IAS અધિકારી ગઢવીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.વીડિયોના મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામા આવી હતી. આ દરમિયાન હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે તપાસની શરુઆત કરવામાં આવી છે. સૂત્રો મુજબ સસ્પેન્ડ કરવા અગાઉ પણ ગેરશિસ્ત બાબતે તપાસ શરુ કરવામાં આવી હતી, પ્રાથમિક રીતે માહિતી અને ગેરશિસ્ત જણાતા સરકારે આ નિર્ણય કર્યો છે.

2008 બેચના IAS અધિકારી

અધિકારી ગઢવી 2008 બેચના IAS છે અને તેઓ અગાઉ દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ સિનિયર અધિકારી છે, પરંતુ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો અને જેને લઈ તેઓની સામે રાજ્ય સરકારે આ સંદર્ભમાં પ્રાથમિક માહિતી એકત્ર કરવામાં આવી હતી.

શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?
Plant in pot : ગુલાબનો છોડ સુકાઈ રહ્યો છે ? આ સરળ ટીપ્સ અપનાવો ફુલ નહીં ખુટે

તેમની સામે થયેલા આક્ષેપોના સંદર્ભમાં હવે મહિલા અધિકારીઓની કમિટિ તપાસ કરશે અને જે તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન હુકમ મુજબ કલેક્ટર ગઢવી સામે ગેરવર્તુણક અને નૈતિક ક્ષતિના ગંભીર આક્ષેપો માટે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

ગઢવી સામે આક્ષેપની તપાસ શરુ

આ મામલામાં હવે તપાસ પણ સસ્પેન્ડ કરાયેલા અધિકારી ગઢવી સામે શરુ કરવામાં આવી છે. આ માટે મુખ્ય પ્રધાન કાર્યલાયથી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પાંચ મહિલા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુનયના તોમર, મમતા વર્મા, મનીષા ચંદ્રાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Shamlaji: શામળાજીને અલગ તાલુકો બનાવવાનુ સપનુ પુરુ થશે! વિકાસ કમિશ્નરે મહત્વની વિગત માંગતા હાથ ધરાઈ કવાયત

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">