ગાંધીનગર વીડિયો : લગ્ન કરવા આવેલા NRI યુવકનું અપહરણ, લાખોની ખંડણી માગી, આરોપીઓ પોલીસ સકંજામાં

ગાંધીનગર વીડિયો : લગ્ન કરવા આવેલા NRI યુવકનું અપહરણ, લાખોની ખંડણી માગી, આરોપીઓ પોલીસ સકંજામાં

| Edited By: | Updated on: Jan 20, 2024 | 5:03 PM

ગાંધીનગરથી પણ વધુ એક ક્રાઈમની ઘટના સામે આવી છે.ગાંધીનગરમાં લગ્ન કરવા આવેલા NRI યુવકનું અપહરણ થયુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં 5 શખ્સોએ પાર્થ નામના યુવકનું અપહરણ કર્યુ. શખ્સોએ રૂપિયા 80 લાખની ખંડણી માગી હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં અવારનવાર ક્રાઈમની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગાંધીનગરથી પણ વધુ એક ક્રાઈમની ઘટના સામે આવી છે.ગાંધીનગરમાં લગ્ન કરવા આવેલા NRI યુવકનું અપહરણ થયુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં 5 શખ્સોએ પાર્થ નામના યુવકનું અપહરણ કર્યુ.

શખ્સોએ રૂપિયા 80 લાખની ખંડણી માગી હોવાનું સામે આવ્યુ છે. તેમજ ઇન્ફોસિટી પોલીસે વૈષ્ણોદેવી ફાર્મ હાઉસમાંથી 5 આરોપીઓને ઝડપ્યા છે. મળતી માહિતી અનુસાર આરોપીમાંથી એક શખ્સ USAનો હોવાનો ખુલાસો થયો છે. આ તમામ ઘટનાનો મુખ્ય સૂત્રધાર પ્રતીક ઠક્કર હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદમાં MLM સ્કીમ દ્વારા છેતરપિંડી

બીજી તરફ અમદાવાદમાં મલ્ટીલેવલ માર્કેટિંગના નામે લોકો પાસે રોકાણ કરાવી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ છે. સુરત બાદ અમદાવાદમાં પણ રોકાણકારો સાથે કરી લાખોની છેતરપિંડી આચરી હતી.અમદાવાદના eow વિભાગ દ્વારા છેતરપિંડી કરતી કંપનીના હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનાર પ્રફુલભાઈ ઠાકરની ફરિયાદને આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.