પતિની હત્યા કરનાર મહિલાની તરફેણમાં હાઇકોર્ટનો ચુકાદો, ચપ્પુના 32 ઘા મારીને કરી હતી હત્યા

ઘર કંકાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આરોપ હતો. આ બનાવ 2011 માં કચ્છના ભુજમાં બન્યો હતો. જેમાં હાઇકોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 4:46 PM

ગુજરાર હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુનાની કબૂલાત અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. પતિની હત્યા કરનાર મહિલાના કેસમાં હાઇકોર્ટે મહત્વનું ચુકાદો સંભળાવ્યો છે. મહિલાની તરફેણમાં હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે. બનેલી ઘટનામાં પત્નીએ પતિને ચપ્પુના 32 ઘા મારીને હત્યા કરી હતી. આ બાદ ટ્રાયલ કોર્ટે પત્નીને કરેલી સજા હાઇકોર્ટે રદ્દ કરી છે. જણાવી દઈએ કે ઘર કંકાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આરોપ હતો.

આ બનાવ 2011 માં કચ્છના ભુજમાં બન્યો હતો. જેમાં મહિલા છેલ્લા 10 વર્ષથી જેલમાં સજા ભોગવી રહી હતી. આ કેસમાં 2013 માં ભુજ સેશન્સ કોર્ટે મહિલાને આજીવન કેદની સજા ફટકારી હતી. જે બાદ હવે હાઇકોર્ટે મહિલાની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો છે. હાઇકોર્ટે 50 વર્ષીય મહિલાને નિર્દોષ છોડતા એક દાયકા બાદ મહિલાને છૂટકારો મળવા જઈ રહ્યો છે.

હાઇકોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપતા સમયે કહેવામાં આવ્યું કે, ‘ગુનાની કબૂલાત કરવા માત્રથી ગુનો પુરવાર થયેલો ગણાય નહીં.’ આ ઉપરાંત હાઇકોર્ટે એમ પણ કહ્યું કે ‘સંજોગો આધારિત કેસમાં પુરવાઓની કડી પૂર્ણ થવી જરૂરી છે.’

 

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં બે વાર ગુજરાત પ્રવાસ પર, જાણો કઈ તારીખે ક્યાં જશે શાહ

આ પણ વાંચો: SURAT : કોલસાની અછતની ડ્રાઇંગ અને પ્રોસેસિંગ એકમો પર માઠી અસર, 300થી વધુ એકમોને તાળા લાગે તેવી સ્થિતિ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">