Junagadh Rain : ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો, તંત્ર કામગીરીના ખોટા દાવા કરતા હોવાનો સ્થાનિકોના આક્ષેપ, જુઓ Video

Junagadh Rain : ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો, તંત્ર કામગીરીના ખોટા દાવા કરતા હોવાનો સ્થાનિકોના આક્ષેપ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 25, 2024 | 4:52 PM

જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં માત્ર થોડા વરસાદમાં જ ભૂવો પડવાથી સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.

જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી છે. જૂનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં માત્ર થોડા વરસાદમાં જ ભૂવા પડ્યા છે. ભૂગર્ભ ગટર પરનો સિમેન્ટનો પેસ વર્ક તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. તંત્ર કામગીરીના ખોટા દાવા કરતા હોવાના સ્થાનિકોના આરોપ લગાવી રહ્યા છે. મનપાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ હજુ ભર નિંદ્રામાં હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં ભરાયા પાણી

સુરેન્દ્નનગરમાં સામાન્ય વરસાદમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે. હોસ્પિટલના ICU વોર્ડ, ઓક્સિજન વિભાગ અને જનરલ વિભાગ બહાર પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને પણ હાલાંકીનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો