Rajkot Rain : ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, રસ્તાઓ પાણીમાં ગરકાવ, જુઓ Video

|

Aug 25, 2024 | 3:20 PM

રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આજે બે ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આજે બે ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેળાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે.  યુનિવર્સિટી રોડ પર વરસાદી પાણી ભરાયા છે. માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજીડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મૌવામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં અત્યાર સુધી સીઝનનો 18 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટ શહેરના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રૈયા રોડ વિસ્તારમાં માર્ગ પર પાણી ફરી વળ્યા હોય તેવી ઘટના જોવા મળી હતી. પાણી ભરાવાને લીધે અનેક વાહનો બંધ પડ્યા હતા. રસ્તા પાણી-પાણી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીને લીધે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. માત્ર 2 ઈંચ વરસાદે જ રાજકોટ મનપાની પોલ ખોલી છે.

Next Video