Mehsana: ખેરાલુ તાલુકામાં પાણી મુદ્દે ખેડૂતો આકરા પાણીએ, 30 ગામના લોકોનો નિર્ણય ‘પાણી નહીં તો મત નહીં’નો નિર્ણય

|

Apr 29, 2022 | 6:44 PM

ખેરાલુના ખેડૂતો અને ગ્રામજનો એટલે કે ખેરાલુના મતદારો હાલમાં પાણીની સમસ્યાને (Water crisis) લઇને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં મત માગવા આવતા નેતાઓ સામે આ મતદારોએ બાંયો ચઢાવી છે. પાણીની તંગીના કારણે હવે ખેરાલુના લોકો લડી લેવાના મૂડમાં છે.

મહેસાણા (Mehsana) જિલ્લાના ખેરાલુ તાલુકામાં પાણીની સમસ્યાને (Water crisis) લઇ હવે ખેડૂતો આકરા પાણીએ છે. જેના પગલે ખેરાલુ તાલુકાના 30 જેટલા ગામના ખેડૂતોએ પણ પાણી માટે વિરોધની અનોખી રીત અપનાવી છે. પાણી નહીં તો મત પણ નહીંના (‘No water, no vote‘) બેનરો સાથે ગ્રામજનોએ રીતસર ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પણ સવાલ એ છે કે શું તેમની વાત સરકાર સુધી પહોંચશે ખરી ?

ખેરાલુના ખેડૂતો અને ગ્રામજનો એટલે કે ખેરાલુના મતદારો હાલમાં પાણીની સમસ્યાને લઇને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં મત માગવા આવતા નેતાઓ સામે આ મતદારોએ બાંયો ચઢાવી છે. પાણીની તંગીના કારણે હવે ખેરાલુના લોકો લડી લેવાના મૂડમાં છે. આસપાસના 30 ગામના લોકોએ નિર્ણય કર્યો છે કે જો તેમનો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. લોકોને રોજીંદા વપરાશનું પાણી જ નથી મળતું તો સિંચાઈનું પાણી કેવી રીતે મળશે તે જ એક મોટો સવાલ છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી તેમણે નેતાઓથી લઈને અધિકારીઓ સુધી તેમના પાણીના પ્રશ્ન માટે રજૂઆત કરી છે. છતાં આજદિન સુધી પાણીના પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોની માગ હતી કે ચીમનાબાઈ સરોવરને ભરવામાં આવે. પરંતુ મત લીધા બાદ નેતાઓ પ્રજાને આપેલા વચનો ભૂલી ગયા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. સરકાર તરફથી પાણીનો પ્રશ્ન હલ નહીં થતા છેવટે ગ્રામજનોએ પાણી નહીં તો મત નહીંના નારા સાથે આંદોલન છેડ્યું છે.

ખેડૂતો અને ગામલોકોએ કરેલી રજૂઆતોની અસર નહીં થતાં છેવટે આ છેલ્લું શસ્ત્ર લોકો અપનાવી રહ્યા છે. કારણકે મતથી અગત્યનું નેતાઓ માટે કંઈ હોતું નથી.એટલે હવે ગામલોકોને આશા છે કે તેમની આ માગણી અને બહિષ્કારની અસર થશે અને તેમને ઝડપથી પાણી મળશે.

આ પણ વાંચો-Gujarat Assembly Election 2022: ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો હુંકાર, હા- ગુજરાત અમારી રાજકીય પ્રયોગ શાળા છે અને રૂપાણી સરકારને બદલવાનો નિર્ણય અમારી રણનીતિ

આ પણ વાંચો-Rajkot : આમ આદમી પાર્ટીએ રૂપાણી સરકાર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, તપાસ સમિતિની માંગ કરી

Next Video