AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેક્સિન નહીં તો પ્રવેશ નહીં : સુરતમાં બીજા દિવસે 6 હજારથી વધુ લોકોને બસમાં પ્રવેશતા રોકાયા

વેક્સિન નહીં તો પ્રવેશ નહીં : સુરતમાં બીજા દિવસે 6 હજારથી વધુ લોકોને બસમાં પ્રવેશતા રોકાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 7:11 PM
Share

Vaccination In Surat : એક અંદાજ મૂજબ શહેરમાં હજી પણ 6 લાખ લોકોને વેક્સિનેશનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તે પૈકી આપ સવા લાખ લોકો પ્રથમ ડોઝ લીધા 84 દિવસ ઉપર પણ દોઢ મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં બીજો ડોઝ લેવા આવ્યા નથી.

SURAT : શહેરમાં સતત બીજા દિવસે પણ કોરોના રસી મામલે સતર્કતા જોવા મળી. સુરત મહાનગરપાલિકા દ્વારા ચેકિંગની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. રસીનો બીજો ડોઝ બાકી હોય તેવા 6 હજાર 878 લોકોને બસમાં મુસાફરી કરતા રોકવામાં આવ્યા.આમ કુલ 7 હજાર 115 લોકોને મનપાના સેન્ટરોમાં પ્રવેશ નથી અપાયો..હજુ પણ શહેરમાં મોટી સંખ્યામાં લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.

સુરતમાં શહેરમાં ઘણા લોકો વેક્સિનનો પ્રથમ ડોઝલીધા બાદ બીજો ડોઝ લેવામાં ઘણી આળસ કરી રહ્યા છે. જેથી હવે જાહેર સ્થળોએ લોકોને વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો જ એન્ટ્રી આપવામાં આવશે, તેવી જાહેરાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની આ જાહેરાતને પગલે બીજા ડોઝ લેવા માટે આળસ કરનારા લોકો હવે બીજો ડોઝ લેવા આગળ આવી રહ્યા છે. મનપા સંચાલિત તમામ ઓફિસો અને હવે ખાનગી સ્થળોએ પણ કોઈ વ્યક્તિ માટે ફરજીયાત ડોઝનો નિયમ લાગુ કરવા પાછળનું કારણ પણ એ જ છે કે લોકો ઝડપથી વેક્સિનેટેડ થાય. એક અંદાજ મૂજબ શહેરમાં હજી પણ 6 લાખ લોકોને વેક્સિનેશનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તે પૈકી આપ સવા લાખ લોકો પ્રથમ ડોઝ લીધા 84 દિવસ ઉપર પણ દોઢ મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં બીજો ડોઝ લેવા આવ્યા નથી.

આ પણ વાંચો : રાજ્યમાં ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ હેઠળ રસીકરણની કામગીરી થશે ઝડપી, લોકોને ઘરે બેઠા રસી અપાય તેવા સરકારના પ્રયાસ

આ પણ વાંચો : આસારામ આશ્રમમાંથી હૈદરાબાદનો યુવક ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો, આશ્રમને મળ્યો એક ઈ-મેઈલ

g clip-path="url(#clip0_868_265)">