Vadodara: ભારે વરસાદ બાદ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી, જુઓ Video

|

Jul 03, 2022 | 5:52 PM

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. ગુજરાતના (Gujarat) મિનિ ચેરાપુંજી ગણાતા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની શરુઆતમાં જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. રાજ્યમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. ચોમાસાની (Monsoon 2022) શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસતા ખેડૂતોની ચિંતાહળવી બની છે. જો કે બીજી તરફ મહાનગરોમાં વરસતા વરસાદે તંત્રની ચિંતા વધારી છે. વડોદરામાં (Vadodara) સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થાય છે. જો કે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા તંત્ર તેનો નિકાલ કરવાની ચિંતામાં લાગ્યુ છે.

ઠેર ઠેર ભરાયા પાણી

વડોદરા શહેરમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત જોવા મળી હતી. વડોદરા શહેરના નિઝામપુરા, છાણી, સમાં, ગોરવા, ફતેહગંજ, માંજલપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા જળબંબાકાર થયા હતા. નિઝામપુરા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા હજુ પણ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેને પગલે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે જન જીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યુ છે. ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 11 ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. ગુજરાતના મિનિ ચેરાપુંજી ગણાતા દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં સૌથી વધુ સરેરાશ 17 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. જે બાદ સૌરાષ્ટ્રમાં સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદ સાથે સિઝનનો 15 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ સાથે સિઝનનો સૌથી ઓછો 7 ટકા વરસાદ પડ્યો. તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3 ઈંચ જેટલા વરસાદ સાથે સિઝનનો 9.45 ટકા વરસાદ પડી ચુક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 3 ઈંચથી થોડા સરેરાશ વરસાદ સાથે સિઝનનો 9 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

Next Video