ગુજરાત અને મહારાષ્ટ્રમાં NIAના ધામા, પાકિસ્તાની નાગરિકે જાસૂસી રેકેટમાં પકડાયેલા આરોપીઓની કરી હતી મદદ, જુઓ Video

|

Jun 29, 2024 | 1:15 PM

ગુજરાત અને મહારાષ્ટ્રમાં NIAએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. NIAએ વિશાખાપટ્ટનમ ISI જાસૂસી કેસની તપાસ અંતર્ગત શુક્રવારે 3 સ્થળો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. પાકિસ્તાની નાગરિકોએ આરોપીની મદદ કરી હોવાનો ખુલાસો થયો છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં NIAએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. NIAએ વિશાખાપટ્ટનમ ISI જાસૂસી કેસની તપાસ અંતર્ગત શુક્રવારે 3 સ્થળો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. NIAએ ભારતીય સંરક્ષણ સંસ્થાની જાસૂસી કેસમાં શકમંદોના રહેઠાણોની તપાસ હાથ ધરી છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આ સર્ચ દરમિયાન મોબાઈલ અને દસ્તાવેજ સહિતના ગુનાહિત સામગ્રી મળી આવી છે. જેને જપ્ત પણ કરવામાં આવી છે. NIA તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાની નાગરિકોએ જાસૂસી રેકેટમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે સહયોગ કર્યો હતો, જેમાં ભારતમાં આતંકવાદી હિંસા ફેલાવવાના ષડયંત્રના ભાગરૂપે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી લીક કરવામાં આવી રહી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video