શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે થીજી ગઈ નિષ્ઠુર માતાની મમતા, ઝાડીમાંથી તરછોડેલી હાલતમાં મળી આવ્યુ બાળક

શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે થીજી ગઈ નિષ્ઠુર માતાની મમતા, ઝાડીમાંથી તરછોડેલી હાલતમાં મળી આવ્યુ બાળક

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 12:37 PM

રાજ્યમાં બાળક મળી આવવાના કિસ્સા હજુ યથાવત છે. કોઈના કોઈ કારણોસર અવાર-નવાર બાળકને તરછોડી દેવામાં આવે છે. આ ભર શિયાળામાં ફરી એકવાર તરછોડાયેલું બાળક મળી આવ્યું છે.

Jamnagar: ગુજરાતમાં બાળક તરછોડવાના કિસ્સા હજુ યથાવત છે. ફરી એક વાર તરછોડાયેલી હાલતમાં બાળક મળી આવ્યું છે. જામનગર (Jamnagar) જિલ્લાના ટોડા (Toda Village) ગામે ઝાડીમાંથી તરછોડાયેલું બાળક મળી આવ્યું છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બાળકનો કબ્જો લીધો હતો. અને બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકની હાલત સ્થિર છે.

બાળક તરછોડવાના કેસ અવાર-નવાર

ગુજરાતમાં હવે અવાર નવાર આવા કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાંથી ગાંધીનગરમાં મળી આવેલા બાળકનો કિસ્સો ખુબ ચર્ચાયો હતો. 9 ઓક્ટોમ્બરના રોજ બાળક ગાંધીનગરમાં સ્વામિનારાયણની ગૌશાળામાંથી તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે બાળકના વાલી-વારસ કોણ તેની તપાસ શરૂ કરી. અને આ ઘટનાની તપાસમાં હત્યાની એક મોટી ઘટનાની જાણ થઇ હતી. બાળકના પિતા સચિને જ બાળકની માતા અને તેની પ્રેમિકા હીનાની હત્યા કરી હતી.

તો 20 સપ્ટેમ્બરે અમદાવાદની એલ.જી. હોસ્પિટલના લેબર વૉર્ડમાં ગત નવજાત બાળકને મુકી જતી રહેલ માતા ત્રણ દિવસ બાદ પરત ફરી હતી. હોસ્પિટલ આવેલ માતાએ આ અંગે જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ તે CTM પાસે ફળ લેવા માટે ગયા બાદ બે દિવસ સુધી બેભાન રહ્યા બાદ ભાન આવતા બાળકની યાદ આવી હતી. તેથી તે હોસ્પિટલ પરત આવી. જો કે CCTV વાયરલ થયા બાદ આ સ્ત્રી પાછી આવી હોવાનું પણ અનુમાન હતું.

 

આ પણ વાંચો: દમણ જવાનું વિચારી રહ્યા હોવ તો આ ખાસ વાંચો, કોરોનાને લઈને તંત્રએ લીધો છે આ મોટો નિર્ણય

આ પણ વાંચો: PM Security Breach: પીએમ મોદીની સુરક્ષામાં ખામીના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

Published on: Jan 07, 2022 07:06 AM
g clip-path="url(#clip0_868_265)">