દમણ જવાનું વિચારી રહ્યા હોવ તો આ ખાસ વાંચો, કોરોનાને લઈને તંત્રએ લીધો છે આ મોટો નિર્ણય

દેશભરમાં કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે સંઘ પ્રદેશ દમણનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. તો વેક્સિનને લઈને આ નિયમ પણ લેવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 6:41 AM

Corona Update: કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી સંઘ પ્રદેશ દમણમાં (Daman) કેટલાક કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. દમણમાં વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દમણમાં પ્રવેશ પહેલા ચેક પોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. જેમાં વેક્સિન સર્ટિફિકેટ (Vaccine Certificate) હોય તો જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ દમણમાં ધોરણ 1 થી 8 નું ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં પણ તંત્ર એક્શનમાં

બીજી તરફ હવે અમદાવાદમાં પણ તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદમાં જે લોકોએ રસી નથી લીધી તેમને હવે પોલીસનો કોલ આવી શકે છે. આવું એટલા માટે થશે કેમકે સ્થાનિક પોલીસને કોર્પોરેશને એ લોકોની યાદી મોકલી છે જેમણે રસીના બંને ડોઝ નથી લીધા. તો હવે પોલીસ રસી ન લેનારને કરશે ફોન. અને રસી લેવા માટે કહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂબ પ્રયત્નો પછી પણ લોકો વૅક્સિન નથી લેતા. જેને પગલે લોકો ડરીને વેક્સિન લે તેના માટે કોર્પોરેશને પોલીસનો સહારો લીધો છે.

નવસારીમાં પણ તંત્ર જાગ્યું

નવસારી અને વિજલપોર નગરપાલિકામાં કોરોના સંક્રમણના કેસ વધતા તંત્ર સક્રિય બન્યું છે. આરોગ્ય વિભાગે કિશોરોનું રસીકરણ શરૂ કર્યું છે. તો પોલીસ તંત્ર લોકોને માસ્ક પહેરવા સમજાવી રહ્યું છે. નગરપાલિકામાં કોરોના રસીના બે ડોઝ લેનારા લોકોને જ પ્રવેશ અપાઈ રહ્યો છે. નવસારીની હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરે હોટલ ઇન્ડસ્ટ્રીને 200 કરોડ રૂપિયાનો ફટકો માર્યો, કારોબાર ફરી ઠપ્પ થવાનો ભય

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 07 જાન્યુઆરી: પૈસાની લેવડ-દેવડ સંબંધિત કોઈપણ ભૂલ નુકસાનમાં પરિણમી શકે છે, તેથી સાવચેત રહો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">