અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ વીડિયો

|

Jul 17, 2024 | 5:06 PM

વાત્રક નદીમાં નવા નીર આવ્યાના દૃશ્યથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતો અને સ્થાનિકો વાત્રક અને માઝમ સહિત મેશ્વો અને હાથમતી જળાશય ઝડપથી ભરાઈ જવા પામે એ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન વાત્રક નદીમાં વધુ એકવાર પાણીની આવક નોંધાતા આનંદ છવાયો હતો.

ઉપરવાસ વિસ્તારમાં સારા વરસાદને પગલે સ્થાનિક વાત્રક નદીમાં નવા નીર આવ્યાના દૃશ્યથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતો અને સ્થાનિકો વાત્રક અને માઝમ સહિત મેશ્વો અને હાથમતી જળાશય ઝડપથી ભરાઈ જવા પામે એ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન વાત્રક નદીમાં વધુ એકવાર પાણીની આવક નોંધાતા આનંદ છવાયો હતો. વાત્રક નદી મેઘરજ નજીક બે કાંઠી વહેતી જોવા મળી હતી. કાંઠા વિસ્તારના ખેડૂતોમાં પણ નદીને બે કાંઠે વહેતી જોવાને લઈ આનંદ છવાયો છે.

વાત્રક ડેમમાં બુધવારે બપોરે 12 વાગ્યના અરસા દરમિયાન નવી આવક નોંધાવવાની શરુ થઈ હતી. જેમાં શરુઆતમાં 716 ક્યુસેક નોંધાઈ હતી. જ્યારે એક વાગ્યાના અરસા દરમિયાન આવકમાં વધારો થતા 2148 ક્યુસેક નોંધાઈ હતી. જે આવક ત્રણ કલાક સુધી જળવાઈ રહી હતી. સાંજે ચાર વાગ્યે આવક ઘટીને 700 ક્યુસેકથી વધારે નોંધાઈ હતી. નવી આવકને લઈ ડેમના જળસ્તરમાં વધારો થયો હતો.

આ પણ વાંચો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ, ચાંદીપુરા વાઇરસને લઈ તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video