Gujarat Video: ગાંધીનગરમાં નવી બની રહેલી પ્રાંત કચેરીને તોડી પાડવાની કાર્યવાહી, તોડફોડને લઈ ઉઠ્યા સવાલ, લાખોનુ નુક્શાન!
Gandhinagar: ગાંધીનગરમાં પ્રાંત કચેરીનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ હતુ. પરંતુ નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે પૂર્ણ થાય એ પહેલા જ તેને તોડી નાંખવાની કામગીરી શરુ કરવામાં આવી છે. તોડફોડની કામગીરી જોઈને સૌ કોઈને સવાલો થઈ રહ્યા છે
ગાંધીનગર માં પ્રાંત કચેરીનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ હતુ. પરંતુ નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે પૂર્ણ થાય એ પહેલા જ તેને તોડી નાંખવાની કામગીરી શરુ કરવામાં આવી છે. તોડફોડની કામગીરી જોઈને સૌ કોઈને સવાલો થઈ રહ્યા છે કે નવી નિર્માણ પામી રહેલી સરકારી કચેરી શા માટે તોડવામાં આવી રહી છે. આ સવાલનો જવાબ તો ખુદ અધિકારીઓ પણ સ્પષ્ટ બતાવી રહ્યા નથી. પરંતુ હવે ચર્ચા એ વાતની થઈ રહી છે કે, હલકી ગુણવત્તાની કામગીરીને લઈને તોડફોડ કરવામાં આવી રહી છે. ગુણવત્તા હલકી હોવાને લઈ બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર થાય એ પહેલા જ તોડવામાં આવી રહ્યુ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચોઃ Rain in Sabarkantha : સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદ, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમા વરસાદ
જોકે નિર્માણ કરનાર એજન્સી દાવો કરી રહી છે કે, ડિઝાઈન બદલાઈ ગઈ હોવાને લઈ આ તોડફોડ કરવામાં આવી રહી છે. એજન્સીનો દાવો સાચો માનવામાં આવે તો, પણ સવાલો ખડા થઈ રહ્યા છે, કે સરકારી પૈસાનો વ્યય થઈ રહ્યો છે કે કેમ. લાખ્ખો કરોડો રુપિયાના ખર્ચે સરકારી કચેરીઓ નિર્માણ થતી હોય છે, આ રુપિયાનો બગાડ કેમ કરવામાં આવી રહ્યો છે. કોણે પ્લાન-ડીઝાઈન બનાવી અને હવે ફેરવવામાં આવી રહી છે, જેનાથી સરકારી તિજોરીને કેટલુ નુક્શાન થશે એ પણ સવાલ થઈ રહ્યા છે. જોકે હાલ તો અધિકારીઓએ આ અંગે મૌન સેવી લીધુ છે અને નવી બનતી અટકાવી દેવાયેલી પ્રાંત કચેરી તોડવામાં આવી રહી છે.