વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર નાખવા માટે નવી નીતિ જાહેર, અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાની પેટે વધુ વળતર અપાશે

વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર નાખવા માટે નવી નીતિ જાહેર, અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાની પેટે વધુ વળતર અપાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 4:07 PM

જમીનના મૂલ્યાંકન માટે ઓનલાઈન જંત્રીના દરોમાં 10 ટકાનો વધારો કરીને નવી ગણતરી મુજબ વળતર આપવામાં આવશે તેવુ ઊર્જાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે ખેડૂતો (Farmers) માટે મહત્વનો નિર્ણય કર્યો છે. નવી વીજ ટ્રાન્સમિશન (Power transmission) લાઈન અને ટાવર ઉભા કરવા અંગે સરકારે નવી નીતિ (New policy) જાહેર કરી છે. જે મુજબ વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર ઉભા કરવામાં ખેડૂતને નુકસાની થાય તો તેમને વધુ વળતર (Compensation) મળશે.

સરકારે જાહેર કરેલી નવી નીતિ અનુસાર ખેડૂતો અને જમીન ધારકોને જે નુકસાની પેટે વળતર આપવામાં આવતુ હતુ તે વળતરની અંદર વધારો કરવામાં આવ્યો છે. જમીન, પાક કે ફળાઉ વૃક્ષોને નુકસાન થશે તો ખેડૂતોને તેના બદલામાં અગાઉ કરતા વધારે વળતર અપાશે.

અત્યાર સુધી રૉ કોરિડોર માટેની જે જમીનનું વળતર હતુ તે 7.5 ટકા આપવામાં આવતું હતું. જેમાં વધારો કરીને લગભગ ડબલ કરી દેવામાં આવ્યુ છે. હવે ખેડૂતો અને જમીન ધારકોને જમીન મૂલ્યના 15 ટકા વળતર આપવાનું નક્કી કરાયું છે. આ સાથે ઝાડ કે તેની સાથેના અન્ય ઝાડને જે નુકસાન થતુ હતુ તેના માટે પણ વળતરની ચુકવણીમાં વધારો કરવામાં આવ્યો છે.

મહેસુલ વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરી 2021ના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને સુધારેલા પરિપત્ર પ્રમાણે તમામ ખેડૂતોના નુકસાનના વળતરની રકમને વધારવામાં આવી છે. આ સાથે જમીનના મૂલ્યાંકન માટે ઓનલાઈન જંત્રીના દરોમાં 10 ટકાનો વધારો કરીને નવી ગણતરી મુજબ વળતર આપવામાં આવશે તેવુ ઊર્જાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું. સરકારે દાવો કર્યો છે કે નવી નીતિના કારણે ટ્રાન્સમિશન લાઈનના ચાલુ કામ અને નવા કામમાં ઝડપ આવશે.

આ પણ વાંચો: રવિ પાકમાં રોગનો પ્રકોપ વધતા ખેડૂતો ચિંતિત, ઉપદ્રવ અટકાવવા કૃષિ નિષ્ણાંતોની ખેડૂતોને આ સલાહ

આ પણ વાંચોઃ રાજકોટના ધોરાજીમાં ધુમ્મસભર્યા વાતાવરણથી પાકને નુકશાન, ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

g clip-path="url(#clip0_868_265)">