રાજકોટના ધોરાજીમાં ધુમ્મસભર્યા વાતાવરણથી પાકને નુકશાન, ખેડૂતો મૂંઝવણમાં મુકાયા

ખેડૂતોનું છે કે, સતત ધુમ્મસ અને કમોસમી વરસાદના પાકમાં ગરો મોલો, મચ્છી ગરો અને ચરમી જેવા રોગ આવ્યા છે. જો પાકમાં રોગ પર કાબૂ ન આવે તો ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 11:11 PM

ગુજરાતમાં(Gujarat)  શિયાળા(Winter)  દરમ્યાન વાતવરણમાં પણ બદલાવ થઈ રહ્યો છે. જેમાં હાલમાં અનેક જગ્યાએ પડેલા કમોસમી વરસાદ અને ઠંડી વધવાના પગલે અનેક વિસ્તારોમાં ખેડૂતોના(Farmers) પાકમાં નુકશાનીનો (Crop Loss) સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં રાજકોટના(Rajkot)  ધોરાજીમાં(Dhoraji)  ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે રવિ પાકમાં વિવિધ પ્રકારના રોગ આવી જતા ખેડૂતોની મુંઝવણમાં વધારો થયો છે.

ખેડૂતોનું છે કે, સતત ધુમ્મસ અને કમોસમી વરસાદના પાકમાં ગરો મોલો, મચ્છી ગરો અને ચરમી જેવા રોગ આવ્યા છે. જો પાકમાં રોગ પર કાબૂ ન આવે તો ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો થશે. ખેડૂતોનું કહેવું છે કે, દવાનો છંટકાવ કરવા છતાં તેમનો પાક બગડી રહ્યો છે.

પાકમાં થતાં ફેરફાર મુદ્દે કૃષિ નિષ્ણાતે કહ્યું કે, વાતાવરણમાં બદલાવથી રવિ પાકમાં રોગ આવ્યા છે. આવા સમયે જો વાદળછાયું વાતાવરણ હોય તો ખેડૂતોએ પિયત ટાળવું જોઈએ. આ ઉપરાંત તેમણે પાકને બચાવવા માટે કઈ અને કેટલી દવા છાંટવી તે અંગે પણ સલાહ આપી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસો વધતા પ્રતિબંધોની શરૂઆત, હેર સલૂન-બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવા ગાઈડ લાઇન

આ પણ વાંચો :  Bhavnagar: લવ-જેહાદ મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાનનું નિવેદન, કહ્યું ”પ્રેમ કરવો ગુનો નથી, પરંતુ છેતરપિંડી નહીં ચલાવી લેવાય”

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">