Rain News : અતિભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત, જુઓ Video

|

Jul 19, 2024 | 1:56 PM

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારથી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની આગાહી લઈને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારથી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની આગાહી લઈને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકામાં ટીમ તૈનાત કરવામાં આવી છે.

બીજી તરફ જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં તૈનાત કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યો છે. કોઇ જાનહાનિ કે દુર્ઘટના ના સર્જાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચરેલ ગામે એક કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

બીજી તરફ રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ પડ્યો છે. ચરેલ ગામે એક કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નદીમાં પૂર આવતા જામકંડોરણા તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ચરેલ ગામે ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના પગલે નદી-નાળા બે કાંઠે વહેતા થયાં છે. તેમજ ચિત્રાવડ, ચાવંડી, બાલાપર, ખાટલી, બરડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

Next Video