નવસારીના ચીખલીમાં કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોવા છતાં વેક્સિન લીધાનો મેસેજ આવ્યો

નવસારી જિલ્લામાં વેક્સિનનો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટિફિકેટ આવી ગયું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

દેશમાં કોરોનાથી(Corona)બચાવ માટે કોરોના વેક્સિન(Vaccine) જ હાલ એક ઉપાય છે. જો કે નવસારી(Navsari) જિલ્લામાં વેક્સિનનો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટિફિકેટ આવી ગયું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીના ચીખલી તાલુકાના એક યુવાને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધાને 84 દિવસ પૂરા થઈ ગઈ જતાં બીજા ડોઝ માટે ઓનલાઈન સ્લોટ બુકિંગનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ તે સફળ રહ્યો નહોતો ત્યાર બાદ યુવાનના મોબાઈલ પર વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો હોવાનો મેસેજ આવ્યો અને તેનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ થઈ ગયું. બીજો ડોઝ લીધો જ ન હોવા છતાં બેચ નંબર સાથે સર્ટિફિકેટ આવી જતાં ફરી એક વખત આરોગ્ય વિભાગની સિસ્ટમની ખામી ખુલ્લી થઈ છે. તેની સામે આરોગ્ય વિભાગનો જવાબ હોય છે કે ક્યારેક ટેક્લિકલ ખામીને કારણે આમ થાય છે જેને સરકારને જાણ કરવાથી સુધારી લેવામાં આવે છે.

આ પણ વાંચો : ગાંધીનગરની જનતા વિકાસની રાજનીતિને વોટ આપશે : જીતુ વાઘાણી

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ,નવી સરકારની પરીક્ષા

Click on your DTH Provider to Add TV9 Gujarati