Navsari Rain : રેલવે સ્ટેશનની છત પરથી પાણી ટપકવાની ઘટના, ધારાસભ્ય અનંત પટેલે સોશિયલ મીડિયા પર Video શેર કર્યો

|

Jul 13, 2024 | 4:56 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે નવસારીના રેલવે સ્ટેશન પરથી પાણી ટપકતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે નવસારીના રેલવે સ્ટેશન પરથી પાણી ટપકતો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. રેલવે પ્લેટ ફોર્મ પર પાણી ટપકતું હોવાનો વીડિયો ધારાસભ્ય અનંત પટેલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ પ્લેટફોર્મ પર પાણી ટપકી રહ્યું છે. જેના પગલે રેલવે મુસાફરોને ભારે મુશ્કેલી થઈ રહી છે.

કાવેરી નદી પરનો કોઝવે થયો ઓવરફ્લો

નવસારીના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે. કાવેરી નદીના તટ પાસે આવેલું તાડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું છે. જ્યારે કાવેરી નદીની સપાટી 12 ફૂટ પર પહોંચી છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા કાવેરી નદીની સપાટી વધી હોવાથી કોઝવે ઓવરફ્લો થયો છે. જેના પગલે સ્થાનિકોને હાલાકી થઈ રહી છે.

Next Video