નવસારી : જગતનો તાત વીજળી વગર લાચાર, કિસાન કોંગ્રેસની ખેડૂતોને વિજળી આપવા માગ

નવસારી : જગતનો તાત વીજળી વગર લાચાર, કિસાન કોંગ્રેસની ખેડૂતોને વિજળી આપવા માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 12:30 PM

કિસાન કૉંગ્રેસે ખેડૂતોને પાક નુક્સાનીનું વળતર અને નિયમિત વીજળી આપવાની માંગ કરી છે. અગાઉ ચીખલી સહિતના કેટલાક વિસ્તારોમાં વીજ તાર તૂટી પડતા પાક બળીને ખાખ થયો હતો.

આખા દેશની ભૂખ સંતોષતો જગતનો તાત આજે વીજળી વિના લાચાર બન્યો છે. ખેતરમાં પરસેવો પાડીને પાક તૈયાર કરતા ખેડૂતની વેદના જાણે કોઈ સાંભળવા તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. નવસારી જિલ્લાના ખેડૂતોને સમયસર વીજળી ન મળતાં પરેશાન છે. ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.જેને પગલે હવે કિસાન કૉંગ્રેસ પણ હરકતમાં આવ્યું છે.

કિસાન કૉંગ્રેસે ખેડૂતોને પાક નુક્સાનીનું વળતર અને નિયમિત વીજળી આપવાની માંગ કરી છે. અગાઉ ચીખલી સહિતના કેટલાક વિસ્તારોમાં વીજ તાર તૂટી પડતા પાક બળીને ખાખ થયો હતો. અને કેટલાક ખેતમજૂરોએ પણ જીવ ગુમાવ્યો હતો. તેમ છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં પોઢતું હોય તેમ લાગી રહ્યું છે. જે અંગે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે.

ખેડૂતોએ પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા DGVCLને અનેકવાર મૌખિક અને લેખિત ફરિયાદ કરી છે. તેમ છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. આ અંગે DGVCL એક્ઝિક્યુટીવ એન્જિનિયરને પૂછવામાં આવતાં તેણે ઉપલી કક્ષાએ રજૂઆત મોકલી આપવાનો દાવો કર્યો હતો.

નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી દેશભરમાં વિજળી અછત સર્જાઇ છે. જેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે નવસારીના ચીખલીના ખેડૂતોની પણ આ સમસ્યા છે.

આ પણ વાંચો : વિવાદોમાં સમીર વાનખેડે ! NCP નેતા નવાબ મલિકે સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો : Pegasus case પેગાસસ મુદ્દે નિષ્ણાંતોની સમિતિ રચવા સુપ્રીમકોર્ટનો આદેશ, પૂર્વ જસ્ટિસ આર વી રવિેન્દ્રનની દેખરેખ હેઠળ કરશે તપાસ

Published on: Oct 27, 2021 12:27 PM
g clip-path="url(#clip0_868_265)">