Navsari : વિશ્વ ચકલી દિવસે સામાજિક સંસ્થાએ 500 ચકલી ઘર વિતરણ કર્યા
આજે મોટા શહેરોમાં ચકલીઓ લુપ્ત થતી જઈ રહી છે અને ચકલીઓ માત્ર ફોટા અને ઈન્ટરનેટના વીડિયોમાં જોવા મળે છે. ત્યારે સામાજિક સંસ્થાઓચકલીઓને બચાવવા માટેની અપીલ કરે છે. જેના માટે તેઓ લોકોને ચકલીના માળા પણ આપતા હોય છે.
નવસારીમાં(Navsari)વિશ્વ ચકલી દિવસ (world sparrow day)ના અવસરે સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલીના સંવર્ધનને લઇને પ્રયાસ કરવામાં આવ્યા. જેમાં હવે તો શહેરોમાંથી ચકલી લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે.જો આમ જ ચાલતું રહેશે તો ભવિષ્યમાં બાળકો ચકલીને માત્ર પુસ્તકમાં એક પ્રકરણ સ્વરૂપે જ જાણી શકશે..જેના પગલે ચકલીને ફરીથી ઘરમાં કેવી રીતે બોલાવી શકાય તેને ધ્યાને રાખીને ચકલીના માળા વિતરણ કરવામાં આવે છે.ત્યારે આજે વિશ્વ ચકલી દિવસે નવસારી શહેરમાં પક્ષી પ્રેમી અને સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો.જેમાં 700 માળા અને 80 જેટલા વોટર પોટ વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યા.500થી વધુ લોકોને ચકલી ઘર વિતરણ કરાયા હતા ફોના અને ફ્રેન્ડસ ઓફ નેચર દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
આજે મોટા શહેરોમાં ચકલીઓ લુપ્ત થતી જઈ રહી છે અને ચકલીઓ માત્ર ફોટા અને ઈન્ટરનેટના વીડિયોમાં જોવા મળે છે. ત્યારે સામાજિક સંસ્થાઓચકલીઓને બચાવવા માટેની અપીલ કરે છે. જેના માટે તેઓ લોકોને ચકલીના માળા પણ આપતા હોય છે.
આ પણ વાંચો : સુઝુકી ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના ઉત્પાદન માટે રૂ. 10,445 કરોડનું રોકાણ કરશે