Anand : ઓડ ખાતે ઔદ્યોગિક વસાહતનું સીએમ ભૂપેન્દ્ર પટેલે ભૂમિપૂજન કર્યું, કહ્યું જી.આઈ.ડી.સી આત્મનિર્ભર ભારત માટે આધારસ્તંભ
ભારતના જી.ડી.પી.માં ગુજરાતનો હિસ્સો 8 ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા છે. ગુજરાતની ઔદ્યોગિક વિકાસની યાત્રાને વધુ વિસ્તારવા આ વર્ષના બજેટમાં રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગને અંદાજે રૂા. 7 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે((CM Bhupendra Patel) આજે આણંદ(Anand) જિલ્લાના ઓડ ખાતે 33 હેક્ટરમાં સ્થપાનારી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની 225 મી અને આણંદ જિલ્લાની 8 મી નવી ઔદ્યોગિક વસાહતનું (GIDC) ભૂમિપૂજન કર્યું હતુ. મુખ્યમંત્રીએ સ્વચ્છ અને સુંદર ઓડ માટે જરૂરી રૂ.845.22 લાખના ખર્ચે સ્થાપિત 2.5 લિટર ક્ષમતાના મલિન જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું ઈ- લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા. ૩ કરોડથી વધુ રકમના ખર્ચે શેઢી નદી પર નિર્માણ પામનારા નવા પુલના કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજયની ઔદ્યોગિક વસાહતો, જી.આઈ.ડી.સી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટેના આધારસ્તંભ છે.આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, રાજયમાં અંદાજે 224 જેટલી ઔદ્યોગિક વસાહતોમાં70 હજાર જેટલા MSME અને મોટા ઉદ્યોગો કાર્યરત છે, આ ઉદ્યોગો અને તેમાં કાર્યરત સેંકડો કુશળ લોકોની આવડતથી ગુજરાત દેશનું મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઇઝ્ડ સ્ટેટ, મેન્યૂફેકચરીંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ બન્યું છે.
ભારતના જી.ડી.પી.માં ગુજરાતનો હિસ્સો 8 ટકા
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજયના કુલ વીજ પુરવઠાનો 40 ટકા ફાળો રિન્યુએબલ સ્ત્રોતમાંથી આવે છે. જયારે ભારતના જી.ડી.પી.માં ગુજરાતનો હિસ્સો 8 ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા છે. ગુજરાતની ઔદ્યોગિક વિકાસની યાત્રાને વધુ વિસ્તારવા આ વર્ષના બજેટમાં રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગને અંદાજે રૂા. 7 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતુ કે, રાજયમાં પાંચ સ્થળોએ એગ્રો ફુડ પાર્ક અને પાંચ સી-ફૂડ પાર્ક, મોરબીમાં ઇન્ટરનેશનલ સીરામીક પાર્ક જેવી જોગવાઇઓ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને નવું બળ આપશે.
ઉદ્યોગોને 24 x7વીજ પુરવઠો
મુખ્ય મંત્રીએ વિશ્વનું સૌ પ્રથમ સીએનજી ઇન્ડસ્ટ્રીયલ ભાવનગરમાં સ્થપાઇ રહ્યું છે, તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ હોવાની સાથે અંદાજે 40 હજાર મેગાવોટથી વધુની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવાની સાથે ઉદ્યોગોને 24 x7વીજ પુરવઠો પૂરો પાડી રહ્યું છે.પ્રધાનમંત્રીએ લોકલ ફોર વોકલ, સ્કીલ ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી શ્રેણીબધ્ધ યોજનાઓ દેશને આપી છે, તેને સાકાર કરવામાં આ વસાહતોનું ખૂબ મોટું યોગદાન છે. ભારતને ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા તેમજ પાંચ ટ્રીલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં આ યોજનાઓના અમલ દ્વારા ગુજરાત પોતાનું આગવું યોગદાન આપી રહ્યું છે.
વાયબ્રન્ટ સમિટથી વિશ્વભરના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કર્યા
ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ગુજરાતની વિશ્વ ઓળખ બની ગયેલી વાયબ્રન્ટ સમિટની સીરીઝથી વિશ્વભરના ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કર્યા છે. તેમ જણાવતાં તેમણે MSMEને નાના કારખાનાની સ્થાપનામાં રાજયએ કરેલી સરળતાની ભૂમિકા આપી રાજયના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન, પેટ્રોકેમિકલ અને પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન અને સ્પેશીયલ ઇકોનોમીક ઝોન કાર્યરત કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ માફિયાઓનું બેફામ ખનન, ઓરસંગ નદીમાં રહેલો રેતીનો પટ ખાલીખમ્મ
આ પણ વાંચો : Mehsana: ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો, ગુંજા ગામે વિપુલ ચૌધરીના અને બોરીયાવીમાં અશોક ચૌધરીના સમર્થનમાં સંમેલન