વાંસદામાં ધર્માંતરણનો વિવાદ, સરા ગામની ઘટનાને લઈ ધારાસભ્ય આવ્યા બચાવમાં! જુઓ Video
નવસારીના વાંસદાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિના આક્ષેપો થયા છે. ગ્રામજનોએ નિવૃત્તિ સન્માન સમારોહની આડમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનો આરોપ લગાવી પોલીસમાં અરજી કરી છે.
નવસારીના વાંસદા તાલુકાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનો દ્વારા પોલીસ મથકમાં અરજી કરીને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આક્ષેપો અનુસાર, નિવૃત્તિ સન્માન સમારોહના બહાને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો.
આદિવાસી પ્રજાને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના પાસ્ટર દાનિયાલ શિંદે સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરમપુરી અને કેવડી સહિતના અન્ય ગામોમાં પણ આવી વટાળ પ્રવૃત્તિઓ થતી હોવાના દાવાઓ કરાયા છે. આ કાર્યક્રમ પૂર્વ મંજૂરી વગર યોજાયો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
જોકે, વાંસદાના સ્થાનિક ધારાસભ્યએ આ ઘટના અંગે પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે લોકો એકઠા થઈને પ્રાર્થના કરે તે કોઈ ગુનો નથી. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, “અમે જન્મથી આદિવાસી છીએ, ધર્મથી નહીં.” તેમણે મોહનભાઈ કોકણીના નિવેદનને પણ સમર્થન આપ્યું કે આદિવાસી જન્મથી જ હોય છે અને ધર્મથી નહીં.
ડાંગ: સાપુતારામાં જોખમી કાર સ્ટંટ કરનારા યુવકો પોલીસ સકંજામાં
