Navsari: બિલિમોરાના નામાંકિત બિલ્ડર પર દુષ્કર્મની ફરિયાદ, જુઓ Video

Navsari: બિલિમોરાના નામાંકિત બિલ્ડર પર દુષ્કર્મની ફરિયાદ, જુઓ Video

| Edited By: | Updated on: May 13, 2023 | 10:49 PM

નોકરીની લાલચે વારંવાર દુષ્કર્મ આચારનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. યુવતીને મુંબઈ બોલાવી દૂષકર્મ આચરી તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

નવસારીના બિલિમોરા શહેરના નામાંકિત બિલ્ડર હર્ષલ પાંડવ સામે યુવતી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના બિલ્ડરો સાથે સારી ઓળખાણ હોવાનું કહી બિલ્ડરે ઈન્ટીરિયર ડિઝાઈનના કામ અપાવવાની લાલચ આપી હતી. જે બાદ મુંબઈની જુદી-જુદી હોટલોમાં યુવતીને લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. આ બાદ યુવતી ગર્ભવતી થતા તેણીને PEGA CLEAN TABLET MISOPROSTOL AND MIFPRISTONE નામની દવા બળજબરી પૂર્વક પીવડાવી એબોર્શન કયું હતું.

આ પણ વાંચો : લ્યો બોલો ! એક લાખથી વધુ ગુજરાતીઓ વિદેશ પ્રવાસે પહોંચ્યા, ભારતીય પ્રવાસન સ્થળોનકરતા પણ સસ્તા વિદેશ પ્રવાસ ગુજરાતીઓની પહેલી પસંદ

આ બાદ ફરી આરોપીએ બીલીમોરા ખાતે THE AMBORSE નામનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. જેમાં તેણીને ઈન્ટીરિયર ડિઝાઇનનું કામ આપી હતી. જે બાદ યુવતી ઘરે એકલી હતી ત્યારે તકનો લાભ લઈ તેણીના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે તેણીએ ના પાડતા યુવતીના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેને લઈ આ મામલે યુવતીની ફરિયાદના આધારે બિલિમોરા પોલીસે બિલ્ડરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(With input – Nilesh Gamit)

ગુજરાત સહિત નવસારી જીલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો