Navsari Video : નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી ગાંડીતૂર, સ્થિતિ પર સતત નજર હોવાનો કલેક્ટરનો દાવો
નવસારીના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ ભરતીને પગલે પૂર્ણા નદીના પાણીની જાવક અટકી છે, આ પાણી શહેરી વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. ખુદ કલેક્ટર પણ આ સ્થિતિની ગંભીરતા દર્શાવી રહ્યા છે.
Navsari : ઉપરવાસમાં ધોધમાર વરસાદને (Rain) પગલે, નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી (Purna River) ગાંડીતૂર બની છે. પાણીની જોરદાર આવકને પગલે પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી છે. જેના પગલે નવસારીના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ ભરતીને પગલે પૂર્ણા નદીના પાણીની જાવક અટકી છે, આ પાણી શહેરી વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. ખુદ કલેક્ટર પણ આ સ્થિતિની ગંભીરતા દર્શાવી રહ્યા છે. ટીવી નાઇન સાથેની વાતચીતમાં કલેક્ટરે દાવો કર્યો કે તેઓનું તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નિચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
તો બીજી તરફ પ્રાંત અધિકારી સહિત 40 ટીમો હાલ નવસારીમાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાઇ છે. પ્રાંત અધિકારીનો દાવો છે કે હજુ પણ પૂર્ણા નદીનું જળસ્તર વધી શકે છે, ત્યારે સંભવિત ખતરાને પગલે તંત્ર એલર્ટ પર છે, નાગરિકોને સલામત સ્થળે ખસી જવા સૂચનાઓ અપાઇ હોવાનું પ્રાંત અધિકારી જણાવી રહ્યા છે.
પૂર્ણા નદી ઉફાન પર છે, ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ છે, જ્યારે અડધુ નવસારી હાલ જળમગ્ન બન્યુ છે, ત્યારે આગામી કેટલાક કલાકો નવસારી માટે સંકટનો સમય સાબિત થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે બિલિમોરા ખાતે NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો