Surat Rain : નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા, 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ, જૂઓ Video
મહુવામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. તો બારડોલીમાં 8 ઇંચ, પલસાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુરતના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો છે.
Surat : સુરત જિલ્લામાં ગઇકાલ રાતથી વરસાદ (Rain) વરસી રહ્યો છે. મહુવામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. તો બારડોલીમાં 8 ઇંચ, પલસાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુરતના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો છે. આ રોડ પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. બીજી તરફ બારડોલીના સુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના પગલે જિલ્લાની કેટલીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
Latest Videos