નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સ્તર પર, શહેરના 30 ટકા ભાગ પર પાણી ફરી વળ્યુ, 10 હજાર લોકો પ્રભાવિત થયા, જૂઓ Video
પૂર્ણા નદીની જળ સપાટી વધતા 5 વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. લોકોના ઘરોમાં 1 ફૂટથી લઇને પાંચ ફૂટ સુધીના પાણી ઘૂસી ગયા છે.
Navsari : નવસારીમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ (River) ભયજનક સપાટીની નજીક વહી રહી છે. ખાસ કરીને પૂર્ણા નદીના કારણે નવસારી શહેરમાં અસર થઇ છે. પૂર્ણા નદીની જળ સપાટી વધતા 5 વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. લોકોના ઘરોમાં 1 ફૂટથી લઇને પાંચ ફૂટ સુધીના પાણી ઘૂસી ગયા છે. જેથી પાલિકા દ્વારા આ લોકોને સ્થળાંતરિત (Migrant) કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નવસારી શહેર પૂર્ણા નદીના પ્રકોપથી જળબંબાકાર થઈ ગયું છે. કાશીવાડી, રંગૂન નગર ,મિથિલાનગરીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. નવસારી શહેરના 30 ટકા ભાગ પર પાણી ફરી વળ્યું છે. નવસારીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા 10 હજાર લોકો પ્રભાવિત થયા છે. તો વહીવટી તંત્રએ ગત રાતથી જ સક્રિય થઈને 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. આ સ્થળાંતરિત લોકોના રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા પાલિકા તંત્રએ ગોઠવી છે.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
જામનગરમાં પાણીજન્ય રોગચાળો વકાર્યો મનપાની 27 ટીમો ક્લોરીનેશન કામગીરીમા
કોટાનો ખૂંખાર ગેંગસ્ટર, ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવ્યો અને પકડાઈ ગયો
અમેરિકાની ‘સુપર ડીલ’થી બાંગ્લાદેશને બમ્પર ફાયદો!
