Navsari : તાપી પાર રિવર લીંક પ્રોજેક્ટને લઈ ચીખલીમાં આંદોલન, પ્રોજેક્ટ રદ કરવા માંગ

| Edited By: | Updated on: Apr 26, 2022 | 11:01 PM

તાપી પાર નર્મદા રિવર લીંક પ્રોજેક્ટને ( Tapi Par Narmada Link Project) લઇ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા..ધારાસભ્યએ કહ્યું, આ યોજના હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે..પરંતુ ચૂંટણી બાદ યોજના પર કામ થઈ શકે છે.

ગુજરાતમાં તાપી પાર નર્મદા રિવર લીંક પ્રોજેક્ટને ( Tapi Par Narmada Link Project) લઇ 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આંદોલન અંતર્ગત આજે નવસારીના (Navsari) ચીખલીમાં વિરોધ પ્રદર્શન(Protest) કરવામાં આવ્યું હતું,. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા..ધારાસભ્યએ કહ્યું, આ યોજના હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે..પરંતુ ચૂંટણી બાદ યોજના પર કામ થઈ શકે છે.જેથી સરકાર તેમને શ્વેતપત્રમાં બાંહેધરી આપે.હજી પણ જો આદિવાસીઓની માંગ નહીં સંતોષાયતો આ આંદોલન ઉગ્ર બનશે. આગામી સમયમાં ડાંગના આહવામાં આદિવાસી લોકોના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન યોજાશે.દિવાસી સમાજનો આક્ષેપ છે કે આ પ્રોજેક્ટથી માંડવી તાલુકાના 25 જેટલા ગામોને અસર થશે.

જેથી સરકાર ખાલી લોલીપોપ નહીં પરંતુ પ્રોજેક્ટ રદ કરવા અંગેનું શ્વેતપત્ર બહાર પાડે.. સાથે જ જ્યાં સુધી સરકાર શ્વેતપત્ર બહાર નહીં પાડે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વની એવી તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ તે અંગેની સત્તાવાર જાહેરાત કરી. રાજ્યના આદિવાસી સમાજના લોકો તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજનાનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં હતા. આ યોજનાથી આદિવાસીઓને ઘર-મકાન છિનવાઈ જવાનો ડર હતો. આ અંગેનો નિર્ણય અમિત શાહ, ગજેન્દ્ર શેખાવત, સી. આર. પાટીલ અને અન્ય સાંસદો, ધારાસભ્યોની બેઠકમાં જ લેવાઈ ગયો હતો. જે બાદ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :  Surat પોલીસે દિલ્હીથી લોકો સાથે છેતરપિંડી કરતાં બંટી બબલીની ધરપકડ કરી, કોલ સેન્ટર ઝડપ્યું

આ પણ વાંચો :  Ahmedabad : રમઝાન માસમાં મુસ્લિમ યુવકના અંગદાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 26, 2022 10:53 PM