Navsari : હાઇવે માટે જમીન સંપાદનથી MLA નારાજ, સ્થાનિકોનો વિરોધ, જુઓ Video
નવસારીમાં વાંસદાના MLA અનંત પટેલે 17 ગામમાંથી પસાર થતા હાઇવેને લઇ વિરોધ કર્યો છે. જમીન સંપાદનને લઇ MLA, સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે. તમામ લોકોએ પ્રાંત કચેરી ખાતે વિરોધ કર્યો.
Navsari: વાંસદામાં સરકાર દ્વારા કરાયેલી જમીન સંપાદનને લઇ ફરી એક વાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. વાંસદાના MLA અનંત પટેલ અને 17 ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. સરકાર દ્વારા વાંસદાના 17 ગામોમાંથી હાઇવે બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે પ્રાંત કચેરી દ્વારા લોક સુનાવણી કરવામાં આવી હતી જેમાં તમામ લોકોએ વિરોધ પ્રદર્શન કરીને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : ખેરગામમાં પતિ-પત્નીના ઝઘડામાં પુત્રનો લેવાયો ભોગ, જુઓ Video
ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક નહીં બે નહીં અનેક સરકારના પ્રોજેકટનો વિરોધ આ વિસ્તારમાં થઈ રહ્યો છે. આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ પોતાની જમીન બાબતે જંગી આંદોલનો કરી રહ્યા છે. ત્યારે હાલ 17 ગામમાંથી પસાર થતા હાઇવેને લઇ વિરોધ થઈ રહ્યો છે. જેમાં આજે પ્રાંત અધિકારી કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અને પ્રાંત અધિકારીને આવેદન આપી લોક સુનાવણીનો વિરોધ કર્યો હતો.
(with input : Nilesh Gamit)
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો