Valsad : ધરમપુરમાં આદિવાસી સમાજે જમીન સંપાદનને લઇને વિરોધ નોંધાવ્યો, જુઓ Video

Valsad : ધરમપુરમાં આદિવાસી સમાજે જમીન સંપાદનને લઇને વિરોધ નોંધાવ્યો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 6:21 PM

આદિવાસી ખેડૂતોનો આક્ષેપ છે કે લોકોને અંધારામાં રાખી કામગીરી શરૂ કરાઈ છે...અસરગ્રસ્તોને જાણ વગર જ જમીનની માપણી થઈ રહી છે.હજારો આદિવાસી ખેડૂતો આ પ્રોજેક્ટથી પાયમાલ થશે.ત્યારે આદિવાસી ખેડૂતોએ કોઈપણ જોગે પોતાની જમીન ન આપવાની ચીમકી ઉચ્ચારી છે.

Valsad : વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી(Tribal)  સમાજે વિરોધ નોંધાવ્યો છે.વાપી-શામળાજી નેશનલ હાઇવે(Vapi ) 56 માટે જતી જમીન સંપાદન મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાં આદિવાસી ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલી યોજી અને જમીન ન આપવાના નારા લગાવ્યા છે.ધરમપુર પ્રાંત કચેરીમાં જમીન સંપાદનની લોક સુનાવણી રખાઈ હતી.જેનો આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતોવાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમાજના આગેવાનોએ આ અંગે પ્રાંત અધીકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી.

આદિવાસી ખેડૂતોનો આક્ષેપ છે કે લોકોને અંધારામાં રાખી કામગીરી શરૂ કરાઈ છે…અસરગ્રસ્તોને જાણ વગર જ જમીનની માપણી થઈ રહી છે.હજારો આદિવાસી ખેડૂતો આ પ્રોજેક્ટથી પાયમાલ થશે.ત્યારે આદિવાસી ખેડૂતોએ કોઈપણ જોગે પોતાની જમીન ન આપવાની ચીમકી ઉચ્ચારી છે.

g clip-path="url(#clip0_868_265)">