નવસારી : સતત ચોથા દિવસે મેઘ મહેર યથાવત, જળબંબાકારની સ્થિતિ, જુઓ વીડિયો

|

Jul 02, 2024 | 10:10 AM

નવસારી : સતત ચોથા દિવસે મેઘ મહેર યથાવત રહેવાથી હવે મેઘમહેર આફતનું રૂપ ધારણ કરી રહી છે. નવસારી જિલ્લાના 2 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે  ઠેરઠેર પાણી ભરાયા છે.

નવસારી : સતત ચોથા દિવસે મેઘ મહેર યથાવત રહેવાથી હવે મેઘમહેર આફતનું રૂપ ધારણ કરી રહી છે. નવસારી જિલ્લાના 2 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે  ઠેરઠેર પાણી ભરાયા છે.

રાત્રિ દરમિયાન નવસારી, જલાલપોર, ગણદેવી ચીખલીમાં અને ખેરગામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં રાજ્યના હવામાન વિભગા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાતે 10 વાગ્યાં થી સાવરે 6 વાગ્યાં સુધીના આંકડા

  • નવસારી : 4 ઇંચ
  • જલાલપોર : 4 ઇંચ
  • ગણદેવી : 2 ઇંચ
  • ચીખલી : 1 ઇંચ
  • ખેરગામ : 2 ઇંચ
  • વાંસદા : 4 ઇંચ

આજે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં રાજ્યના હવામાન વિભગા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા કલેકટર દ્વારા નવસારી અને જલાલપોર તાલુકામાં આવેલી આંગણવાડી, શાળાઓ, કોલેજોઅને આઈ.ટી.આઈ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

નવસારી ભારે વરસાદ અને પવનના કારણે સીન્ધી કેમ્પ પાસે સીતારામ નગર માં એક ઘર ઉપર ઝાડ પડી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની નોંધાઈ નથી.

પૂર્ણા ,અંબિકા , કાવેરી અને ખરેરા નદીઓમાં નવા નીર આવ્યા છે હાલ નદીઓની સ્થિતિ સામાન્ય છે પરંતુ જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે ઝાડ પડવાના કારણે ગણદેવી કછોલ રોડ બંધ થઈ ગયો છે સાથે જલાલપુર વિસ્તારમાં મોટો ભુવો પડવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે ઉપરવાસમાં પડી રહેલા વરસાદની સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે.

 

Next Video