Navsari: સરકારી પ્રાથમિક શાળાના ભોજનમાં નીકળી ગરોળી, શિક્ષણ વિભાગને જાણ થતાં તપાસ શરૂ, જુઓ Video

નવસારીમાં સરકારી પ્રાથમિક શાળાના ભોજનમાં ગરોળી નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે. ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામની આ ઘટના છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ બનેલા દાળ ભાતમાં મૃત ગરોળી નીકળી જે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ થતાં તપાસ શરૂ કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 11:29 PM

Navsari: જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના ભોજનમાં ગરોળી નીકળવાની ઘટના બની છે. નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગામના ગાંધી ફળિયામાં આવેલી સરકારી શાળામાં બાળકોના સ્વસ્થ્ય બેદરકારી દાખવતી ઘટના સામે આવી છે. બાળકોના મધ્યાહન ભોજનમાંથી ગરોળી નીકળી છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ બનેલા દાળ ભાતમાંથી મૃત ગરોળી નીકળે જેના પગલે હાહાકાર મચી ગયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ થતા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

અહીં સવાલ થાય છે કે, આ ભોજન જ્યારે પ્રાથમિક શાળાના બાળકોને પીરસવામાં આવવાનું હતું તો પછી આટલી હદ બેદરકારી શા માટે રાખવામાં આવી. શા માટે બાળકોને પીરસતા પહેલા ભોજનની ચકાસણી ન કરવામાં આવી. બાળકો માટે જે જગ્યાએ ભોજન તૈયાર થાય છે ત્યાંની સ્થિતિની પણ તંત્ર દ્વારા તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો : બે દિવસથી ગુમ થયેલા ઈસમનો તરસાણા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો, જુઓ Video

મળતી માહિતી પ્રમાણે નાયક ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા સમગ્ર જિલ્લામાં 700થી વધુ શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. તો બીજી તરફ શહેરમાં ચર્ચા થઈ રહી છે કે, આ પહેલા પણ નાયક ફાઉન્ડેશન દ્વારા પૂરૂ પાડવામાં આવતા ભોજનમાંથી આ પ્રકારની ક્ષતિઓ સામે આવી છે. તેમ છતા શા માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તે પ્રકારની ચર્ચાએ વેગ પકડ્યો છે.

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">