Gujarati Video: નવસારીના ચીખલીમાં RTI એક્ટિવિસ્ટની હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરી
મૂળ થાલા ગામનો RTI એક્ટિવિસ્ટ વિનય પટેલ બાઈક પર જઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેને અટકાવીને હુમલો કર્યો હતો.હુમલામાં માથા અને શરીર ભાગો પર તીક્ષ્ણ હથિયારના ઘા મારતા વિનયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યા બાદ અજાણ્યા શખ્સો પોતાનું બાઈક સ્થળ પર જ ફેંકીને ફરાર થઈ ગયા હતા.
નવસારીના ચીખલીમાં RTI એક્ટિવિસ્ટ યુવકની હત્યા પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે.પોલીસે ચીખલીના જ રહેવાસી વશિષ્ટ પટેલ અને રાહુલ રબારીની અટકાયત કરી છે.. જ્યારે એક આરોપી ફરાર છે. મહત્વનું છે કે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પરંતુ જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કરી દીધો હતો.જ્યારે બીજીતરફ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ ચલાવી હતી.આરોપીઓને ઝડપી પાડવા પોલીસે LCB, SOG અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી હતી. જેને પગલે ગણતરીના કલાકોમાં જ બે આરોપી ઝડપાઈ ગયા છે.
હુમલામાં માથા અને શરીર ભાગો પર તીક્ષ્ણ હથિયારના ઘા
ઉલ્લેખનીય છે કે, મૂળ થાલા ગામનો RTI એક્ટિવિસ્ટ વિનય પટેલ બાઈક પર જઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેને અટકાવીને હુમલો કર્યો હતો.હુમલામાં માથા અને શરીર ભાગો પર તીક્ષ્ણ હથિયારના ઘા મારતા વિનયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યા બાદ અજાણ્યા શખ્સો પોતાનું બાઈક સ્થળ પર જ ફેંકીને ફરાર થઈ ગયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
