Navsari : ચીખલીમાં ભારે વરસાદ, ખેતરોમાં ભરાયાં પાણી, જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જે વચ્ચે નવસારીના અનેક તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. નવસારીના ચીખલીમાં ભારે વરસાદ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયાં છે. ચીખલીમાં કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ છે.
Navsari: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સવારથી શરૂઆત થઈ છે. જેને લઈ મોટાભાગના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યારે નવસારીના અનેક તાલુકામાં વરસાદી માહોલ છ્વાયો છે. નવસારીના ચીખલીમાં ભારે વરસાદ ખાબક્યો. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયાંની સ્થિતિ ઊભી થઈ છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વરસાદને કારણે વાવણી કરી છે. ચીખલીમાં કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ મંડળની 4 જોડી ટ્રેનોમાં વિવિધ ક્લાસના વધારાના કોચ જોડવામાં આવશે
બીજી તરફ નવસારીમાં ધોધમાર વરસાદ બાદ કાવેરી નદીમાં નવા નીરની આવક થઇ છે. કાવેરી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થઇ ગયો છે. જેથી કોઝવે પાસે ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં ધોધમાર વરસાદથી કાવેરી નદીમાં નવા નીરની આવક થઇ છે. આ નદી 19 ગામના ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું પાડે છે. નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. સાથે જ કાવેરી નદી પરનો નયનરમ્ય નજારો જોવા મળ્યો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
