Navsari: ખેરગામના કુખ્યાત અસીમ શેખ સહિત 6 લોકો સામે નોંધાયો ગુજસીટોક, સાતેય અનેક ગુનામાં સામેલ હોવાનુ ખૂલ્યુ- Video
Navsari: નવસારી ખેરગામના કુખ્યાત અસીમ શેખ સહિત 6 લોકો સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. અસીમ શેખની ગેંગમાં સામેલ એક જ પરિવારના 6 લોકો સામે પોલીસે સકંજો કસ્યો છે. આ તમામ સામે ખંડણી માગવી, રેપ, દારૂની હેરાફેરી સહિતના 47 ગુના નોંધાયેલા છે.
Navsari: નવસારીના ખેરગામના કુખ્યાત અસીમ શેખ સહિતના 6 શખ્સ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો. અસીમ શેખની ગેંગમાં એક જ પરિવારના 6 સભ્ય સામેલ છે. અસીમ શેખની ગેંગ સામે ખંડણી, રેપ, દારૂની હેરાફેરી, વ્યાજનો ધંધો અને અપહરણની ધમકી સહિતના 41 ગુના નોંધાયેલા છે. નવસારીના પોલીસ વડાએ અસીમ શેખ સામેના ગુનાઓની તપાસ માટે SITની રચના કરી છે. આ માથાભારે ગેંગના મુખ્ય સૂત્રધાર અસીમ શેખ સહિત 3ની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Bhavnagar: વરતેજમાં પાણીના પ્રશ્ને મહિલાઓ બની રણચંડી, ભાવનગર-રાજકોટ હાઈવે પર કર્યો ચક્કાજામ- Video
આરોપીઓ દારૂનો વ્યવસાય કરી શહેરીજનોને પરેશાન કરતા હોવાની અનેકવાર ફરિયાદ સામે આવી હતી. કુખ્યાત અસીમ શેખ અને તેના પિતા સહિત અન્ય ભાઈઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધાઈ ચુક્યો છે. સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપમાં જેલમાં ગયેલા અસીમના પરિવારના સભ્યોની ધરપકડ કરતા ખેરગામના મુસ્લિમ આગેવાનોએ પોલીસની કામગીરીને વધાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
Input Credit- Nilesh Gamit- Navsari
નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીંક ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
