Bhavnagar: વરતેજમાં પાણીના પ્રશ્ને મહિલાઓ બની રણચંડી, ભાવનગર-રાજકોટ હાઈવે પર કર્યો ચક્કાજામ- Video
Bhavnagar: વરતેજમાં પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની હતી, મહિલાઓએ અનેક રજૂઆતો છતા પાણી ન મળતા ભાવનગર-રાજકોટ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. વરતેજ ગામ નજીકની સોસાયટીના રહીશો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો.
Bhavnagar: ભાવનગરના વરતેજમાં પાણીના પ્રશ્ને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી. અનેક રજૂઆતો કરવા છતા પાણી ન મળતા મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. વરતેજ ગામ નજીકની સોસાયટીની મહિલાઓએ ભાવનગર઼-રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. અનેક રજૂઆતો થતા પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો. હાઈવે ચક્કાજામ થતા મામલતદાર અને પોલીસકર્મીઓ દોડતા થયા હતા અને પોલીસકર્મીઓએ ઘટનાસ્થળે જઈ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
આ પણ વાંચો: Bhavnagar: માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો! રિપોર્ટમાં દૂધના નમૂના ફેલ- Video
પાણી પ્રશ્ને અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓ રણચંડી બની હતી અને વિરોધ પર ઉતરી આવી હતી.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીંક ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
