Rain News : નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાક લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ – જુઓ Video

|

Jul 13, 2024 | 12:42 PM

દક્ષિણ ગુજરાત એટલે ડાંગર અને શેરડીના મુખ્ય પાક ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે.ચોમાસુ અને ઉનાળુ બંને સમયે ડાંગરનો પાક લેવામાં આવે છે.

દક્ષિણ ગુજરાત એટલે ડાંગર અને શેરડીના મુખ્ય પાક ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે.ચોમાસુ અને ઉનાળુ બંને સમયે ડાંગરનો પાક લેવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી સહિત દક્ષિણ ગુજરાતમા ખેતી માટે સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે ડાંગરની વાવણી કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

ધીમીધારે વરસાદ અને થંભીને આવેલા વરસાદના કારણે ડાંગરના પાક માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. જેના પગલે ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા છે.

ગામ બેટમાં ફેરવાયુ

બીજી તરફ નવસારીમાં ભારે વરસાદના પગલે જલાલપોરનું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદથી આખે આખુ ગામ જળમગ્ન બન્યુ છે. ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે ગામજનોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગામમાં પાણી ભરાતા ગ્રામજનોનું જીવન ખોરવાયુ છે.

Next Video