Navsari: વાવાઝોડાના સંકટને લઈ કૃષ્ણપુર ગામ સજ્જ, 3 વર્ષ પહેલા બનાવાયેલું મલ્ટી પર્પઝ ડિઝાસ્ટર હોમ લોકો માટે ઉપયોગી, જુઓ Video

Navsari : કુદરતી આપત્તિઓ માનવ જીવન માટે ખતરા રૂપ થઈ પડી છે જેમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સ્થિતિના કારણે અનિચ્છનીય વાતાવરણના ફેરફારો અને વાવાઝોડાઓ આવવાની શક્યતાઓ વધી રહી છે ત્યારે તંત્ર આગમચેતીના ભાગે આગળ વધી રહ્યું છે નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામને કુદરતી આપત્તિ થી બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ ગુજરાતનું પહેલું ડિઝાસ્ટર મલ્ટી પર્પઝ સેન્ટર […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 3:53 PM

Navsari : કુદરતી આપત્તિઓ માનવ જીવન માટે ખતરા રૂપ થઈ પડી છે જેમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સ્થિતિના કારણે અનિચ્છનીય વાતાવરણના ફેરફારો અને વાવાઝોડાઓ આવવાની શક્યતાઓ વધી રહી છે ત્યારે તંત્ર આગમચેતીના ભાગે આગળ વધી રહ્યું છે નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામને કુદરતી આપત્તિ થી બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ ગુજરાતનું પહેલું ડિઝાસ્ટર મલ્ટી પર્પઝ સેન્ટર હોમ બનાવ્યું છે.

આ પણ વાંચો: સરકારી પ્રાથમિક શાળાના ભોજનમાં નીકળી ગરોળી, શિક્ષણ વિભાગને જાણ થતાં તપાસ શરૂ, જુઓ Video

બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ નવસારીનું તંત્ર પણ એલર્ટ છે. અવાર-નવાર વાવાઝોડા આવતા હોવાને લઈ જિલ્લાના કૃષ્ણપુર ગામે 3 વર્ષ પહેલા બનાવાયેલું મલ્ટી પર્પઝ ડિઝાસ્ટર હોમ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ આશ્રય સ્થાન કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી બનાવાયું હતું. જે વાવાઝોડા સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. 10 હજારની વસ્તી ધરાવતું કૃષ્ણપુર ગામ ચારેબાજુથી દરિયાથી ઘેરાયેલું છે.

અહીં સંરક્ષણ દિવાલ પણ નથી. જેના કારણે દરિયાની ભરતીના પાણી પણ ગામમાં પ્રવેશી જતા હોય છે. જેને પગલે ગુજરાતમાં સૌથી પહેલા ડિઝાસ્ટર સેન્ટર દ્વારા ગામના રક્ષણ માટે આ સેન્ટર બનાવાયું હતું. મલ્ટી પર્પઝ સેન્ટરમાં જીપીએસ અને વીજળી શોષક યંત્ર પણ મૂકવામાં આવેલા છે. જેના કારણે આપત્તિ સમયે રક્ષણ મેશળી શકાય અને તંત્રના સંપર્કમાં રહી શકાય.

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">