ગ્લોબલ વોર્મિંગની ખેતી પર અસર ! દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી મૂશ્કેલ બનતા ખેડૂતો અને સુગરના સંચાલકોની વધી ચિંતા

ગ્લોબલ વોર્મિંગની ખેતી પર અસર ! દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી મૂશ્કેલ બનતા ખેડૂતો અને સુગરના સંચાલકોની વધી ચિંતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 9:14 AM

એક તરફ શેરડીનો પાક ઓછો આવે છે. તો બીજી તરફ મોંઘાદાટ બિયારણ, ડીઝલના વધુ ભાવની સામે ઉપજનો ખર્ચ કાઢવો મુશ્કેલ થઈ ગયો છે.

રાજ્યમાં શેરડીની ખેતી દિવસે અને દિવસે સતત મુશ્કેલ બનતી જાય છે. ચોમાસામાં દર વર્ષે વરસાદનું પ્રમાણ વધુ થતુ હોવા છતા શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જેને લઈ શેરડી પકવતા ખેડૂતો અને સુગરના સંચાલકો પણ ચિંતિત બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં ચાર લાખ એકરમાં શેરડીનો પાક લેવાય છે, પરંતુ ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ વધુ થતો હોવાથી જમીનની ફળદ્રૂપતા ઘટતી જાય છે. શેરડીના પાકનો ઓછો ઉતારો આવતા ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થયો છે.

ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માગ

ગ્લોબલ વોર્મિંગની અસર ખેતી પર થઈ રહી છે. આ સંજોગોમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરે તો પાકનો ઉતારો વધુ આવે અને ગુણવત્તા જળવાય તેવી શક્યતા છે. સુગર મિલના સંચાલકો ખેડૂતોને છાણિયા ખાતરનો વધારે ઉપયોગ કરવા સમજાવી રહ્યાં છે. એક તરફ શેરડીનો પાક ઓછો આવે છે. તો બીજી તરફ મોંઘાદાટ બિયારણ, ડીઝલના વધુ ભાવની સામે ઉપજનો ખર્ચ કાઢવો મુશ્કેલ થઈ ગયો છે. શેરડીમાં ખર્ચ પણ માંડ નિકળતો હોવાથી ખેડૂતો સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યાં છે.

g clip-path="url(#clip0_868_265)">