Navsari : બીલીમોરામાં ઘરનો કાટમાળ કાઢતી વખતે મળેલી સોનામહોર છૂમંતર કરનાર સામે નોંધાયો ગુનો, જુઓ Video
નવસારીના બીલીમોરા શહેરમાં જૂના ઘરમાંથી મળેલી સોનામહોર મકાનના મૂળ માલિકને અંધારામાં રાખી હડપ કરી જવાની ઘટનામાં નવસારી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનુ છે કે જાન્યુઆરી 2023 દરમ્યાન મકાનનો કાટમાળ કાઢવા માટે વલસાડના સરફરાઝ કોરડીયાને 1.15 લાખમાં કામ આપ્યુ હતુ. જેની સાથે મકાનના લાકડા સિવાય તમામ વસ્તુઓ વેચાણ કરવાની છૂટ સહિત મકાનમાંથી કોઈપણ કિંમતી વસ્તુ અથવા દસ્તાવેજ મળી આવે તો તેની પણ જાણ કરવામાં આવી હતી.
નવસારીના બીલીમોરા શહેરના હવાબીબી ઈમ્તિયાઝ બલીયા અને તેમનો પરિવાર 20 વર્ષોથી UKના લેસ્ટરમાં સ્થાયી થયો છે. જોકે બીલીમોરાના બજાર સ્ટ્રીટમાં તેમના વડીલોના આવેલા 100 વર્ષથી જૂના મકાનને તેમણે વર્ષ 2009 માં ખરીદ્યું હતુ. જોકે આ જર્જરિત મકાનને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જે બાદ ગત જાન્યુઆરી 2023 દરમ્યાન મકાનનો કાટમાળ કાઢવા માટે વલસાડના સરફરાઝ કોરડીયાને 1.15 લાખમાં કામ આપ્યુ હતુ. જેની સાથે મકાનના લાકડા સિવાય તમામ વસ્તુઓ વેચાણ કરવાની છૂટ સહિત મકાનમાંથી કોઈપણ કિંમતી વસ્તુ અથવા દસ્તાવેજ મળી આવે તો તેની પણ જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન હવાબીબી UK થી પરત ફરતી વખતે કોન્ટ્રાક્ટર સરફરાઝ દ્વારા મધ્યપ્રદેશના મજૂરો લાવ્યો હતો. જે બાદ મજૂરો લાવીને આ સમગ્ર મકાનનો કાટમાળ ઉતારવાણી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જોકે આ કામગીરી પૂર્ણ થયાના 5 મહિના બાદ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મજૂર રમકુબાઈના 220 સોનાનાં સિક્કા ખુદ પોલીસ ચોરી ગઈ હોવાની ફરિયાદ સોંડવા પોલીસ મથકમાં કરી હતી. જેમાં સોનાના સિક્કા નવસારીના બીલીમોરામાં મકાન ઉતરતા મોભનાં લાકડામાંથી મળ્યા હોવાનું સામે આવ્યું હતું અને રમકુબાઈ સહિત રાજુ, બજારી અને દિનેશ નામના વ્યક્તિઓ પણ સિક્કા લાવ્યા હતા. જેથી મધ્યપ્રદેશ પોલીસે SIT ની રચના કરી આ સમગ્ર બાબતની તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં PI સહિત 5 પોલીસ કર્મીઓ પણ સસ્પેન્ડ થયા હતા.
આ પણ વાંચો : Navsari : જાહેરમાં ખુલ્લી તલવાર વડે રોમિયોગીરી કરવી યુવાનને પડી ભારે, પોલીસે કરી ધરપકડ, જુઓ Video
બીલીમોરાના મકાનમાંથી મળેલી સોનાની જણસ પ્રકરણમાં ચાર મધ્યપ્રદેશના પોલીસ જવાનોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે સમગ્ર ઘટનાક્રમમાં મૂળ માલિકને અંધારામાં રાખીને ઘર તોડનાર ઇજારદાર દ્વારા મજૂરો સાથે મેળાપીપણામાં કરેલા સોનાકાંડમાં નવસારી પોલીસે ફરિયાદને પગલે કેટલી માત્રામાં સોનું મળ્યું હતું ? અને કોણે કોણે હડપ કર્યું છે? એ દિશામાં તપાસ હાથ ધરી છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)
