નવસારી : પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈ અભિયાન હાથ ધરાયુ, 396 સફાઈકર્મી કામે લગાડાયા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 28, 2024 | 11:40 AM

નવસારીમાં પૂર બાદ હવે વહીવટી તંત્રની કામગીરી વધી છે અને પૂર બાદ સફાઈ અને આરોગ્ય સર્વે સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સફાઈ કામગીરી માટે 396 જેટલા કર્મચારીઓ જોતરવામાં આવ્યા છે. 

નવસારીમાં પૂર બાદ હવે વહીવટી તંત્રની કામગીરી વધી છે અને પૂર બાદ સફાઈ અને આરોગ્ય સર્વે સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સફાઈ કામગીરી માટે 396 જેટલા કર્મચારીઓ જોતરવામાં આવ્યા છે.

રોગચાળાને રોકવા 17 આરોગ્યની ટીમો કામે લાગી છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખોરાકની ચકાસણી શરૂ કરી છે. પૂરને કારણે દોઢ લાખ લોકોને અસર પહોંચી હતી જેમાંથી 3700 લોકોનું સ્થળાંતર કરાયું છે.

પૂર્ણા નદીનું આ તોફાન ભલે થોડા દિવસનું હતું પરંતુ અસરગ્રસ્તોને તેના આઘાતમાંથી શારીરિક અને માનસિક રીતે બહાર નીકળવા માટે મહિનાઓ લાગશે. પાલિકા માટે પણ આ પડકારને પહોંચી વળવું મુશ્કેલ તો બનશે જ.

આ પણ વાંચો : નવસારી: પૂર્ણા નદીના પૂરથી 1.5 લાખ લોકો પ્રભાવિત થયા, ઘરવખરી સહીત બધુંજ ગુમાવ્યું, જુઓ વીડિયો