નવસારી: પૂર્ણા નદીના પૂરથી 1.5 લાખ લોકો પ્રભાવિત થયા, ઘરવખરી સહીત બધુંજ ગુમાવ્યું, જુઓ વીડિયો
નવસારી: પૂરની તારાજીમાં કુલ 12 વિસ્તારના લોકો અસરગ્રસ્ત છે. 1.5 લાખ લોકો પૂરથી પીડિત છે અને 3 હજાર 700 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. દુકાનોમાં લાખોનો સામાન બગડ્યો તો વર્ષભરના રાશનને મોટું નુકસાન પહોંચ્યું છે.

અનેક ઘરમાં મોટાભાગની ઈલેક્ટ્રીક વસ્તુઓ બગડી ગઈ છે અને સફાઈ માટે 6 મહાનગરપાલિકાની મદદ લેવાઈ છે. 1 હજારથી વધુ કર્મચારીઓ સફાઈમાં જોડાયા છે અને આરોગ્યની 17 ટીમો કામે લાગી છે.
પૂર્ણા નદીના પાણીના કારણે જેમની જીવનભરની મહેનત પાણીમાં જતી રહી એમની આંખોમાં હવે પાણી છે. આખુંય ઘર પાણીથી ભરાઈ ગયું હતું ત્યારે જીવ બચાવવા સૌ નીકળી પડ્યા હતા. દશેરા ટેકરી, બાલાપીર દરગાહ, રેલ રાહત કોલોનીના પરિવારોની સમાન સ્થિતિ છે. ઘરવખરી, અનાજ, લોટ, શાકભાજી બધું જ પાણીમાં ગયું છે.
Published on: Jul 28, 2024 11:20 AM