આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસથી જ અંબાજી અને પાવાગઢમાં ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી પડી છે. ભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. પ્રસિદ્ધ પાવાગઢમાં મધ્યપ્રદેશથી ભક્તો જ્યોત લેવા માટે આવતા હોય છે. પાવાગઢમાં વહેલી પરોઢથી ભક્તોની ભીડ જોવા મળી હતી. પાવાગઢ ડુંગર પર પગ મુકવાની જગ્યા ના રહે એ પ્રમાણે ભક્તોની ભીડ જામી હતી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ અંબાજી મંદિરે ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
પ્રથમ દિવસ હોઈ ભક્તો નવરાત્રીની શરુઆતે દર્શન કરવા માટે માતાજીના મંદિરોમાં પહોંચતા હોય છે. માતાજીના તહેવારને લઈ આશિર્વાદ લેવા માટે રાતભરથી મંદિરો તરફ શ્રદ્ધાળુઓની ભીડ શરુ થતી હોય છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવતુ હોય છે. આ વર્ષે મહિલાઓ જ ચાચર ચોકમાં ગરબા ગાઈ શકશે. જ્યારે પુરુષોએ પીત્તળ ગેટ પાસે વ્યવસ્થા કરેલ ગરબા સ્થળ પર ગાવાનુ રહેશે. નવરાત્રીમાં ચાચર ચોકમાં ગરબા ગાવા માટે દૂર દૂરથી ભક્તો આવી પહોંચતા હોય છે.
Published On - 2:50 pm, Sun, 15 October 23