અમદાવાદમાં નરોડાના રહીશો પાણીની સમસ્યાથી પરેશાન, નાગરિકોમાં આક્રોશ

|

Jan 27, 2022 | 6:54 AM

અમદાવાદના નરોડામાં આદિશ્વરનગર વિસ્તારના રહીશો છેલ્લા 15 દિવસથી ચાલતી આ ખોદકામની કામગીરીથી પરેશાન છે.કોર્પોરેશનની આ બેદરકારીને પગલે 20 જેટલી સોસાયટીમાં સમસ્યા સર્જાઇ રહી છે.

અમદાવાદના(Ahmedabad)નરોડામાં (Naroda)આદિશ્વરનગર વિસ્તારના રહીશો છેલ્લા 15 દિવસથી ચાલતી આ ખોદકામની કામગીરીથી પરેશાન છે.કોર્પોરેશનની આ બેદરકારીને પગલે 20 જેટલી સોસાયટીમાં સમસ્યા સર્જાઇ રહી છે. અહીં પીવાના અને વપરાશના પાણીની ( Water)હાલાકીથી લોકો પરેશાન છે. લોકોએ કોર્પોરેશન અને કાઉન્સીલરોની આ બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો.લોકોનું કહેવું છે કે લોકોની મુશ્કેલી સમજવાનું નાટક કરતાં કોર્પોરેટર્સ, નેતાઓ કોઈ અહીં ફરકતું નથી. તેમજલોકો કહે છે કે ઝડપી અને યોગ્ય કામગીરી નહીં કરાય તો આવનારા સમયમાં નેતાઓએ ઘરે બેસવું પડશે. અવારનવાર ખોદકામ કરવા છતાં સમસ્યા દૂર નહીં થતાં લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશન પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે.જેને કારણે જ સમસ્યા ઝડપથી નથી ઉકેલાતી.

આ પણ વાંચો :  Ahmedabad : સાબરમતી નદીમાં આપઘાતના બનાવો વધ્યા, બે દિવસમાં બે યુવકોને બચાવાયા

આ પણ વાંચો :  KUTCH : ગણતંત્ર દિવસ પર દિનદયાળ પોર્ટે(કંડલા) કોવિડ-19માં મૃત્યુ પામેલા પરિવારને 12.5 કરોડની સહાય કરી

Next Video