Narmada : આદિવાસી યુવકોના મોતના મામલે ગરમાઈ રાજનીતિ, ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ નજરકેદ કરાયા- જુઓ Video

|

Aug 13, 2024 | 1:15 PM

રાજપીપળાના કેવડિયા પાસે નિર્માણ પામી રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમમાં પાસે ચોરીની આશંકાએ બે આદિવાસી યુવકોને દોરડાથી બાંધી ઢોર માર માર્યો બાદ મૃત્યુ પામ્યા હોવાની ઘટના બની હતી.

રાજપીપળાના કેવડિયા પાસે નિર્માણ પામી રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમમાં પાસે ચોરીની આશંકાએ બે આદિવાસી યુવકોને દોરડાથી બાંધી ઢોર માર માર્યો બાદ મૃત્યુ પામ્યા હોવાની ઘટના બની હતી. આદિવાસી મૃતકોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો વિવાદ વકરતો જોવા મળ્યો છે. ચૈતર વસાવાને બોગજ ગામ ખાતે નજરકેદ કરાયા છે.

પોલીસે ચૈતર વસાવાને તેમના જ ગામમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પણ નિવાસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે.બન્ને નેતાઓ દ્વારા મૃતકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

જાણો શું હતી ઘટના

ટ્રાઈબલ મ્યુઝિયમ પાસે ચોરીની આશંકાએ બે આદિવાસી યુવકોને દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. જેમાં જયશે તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સંજય તડવી નામનો યુવક સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. મ્યુઝિયમમાં કામ કરતાં 6 લોકોની હત્યાના ગુનામાં ધરપકડ કરાઈ હતી. ઘટનાબાદ આપ નેતા ચૈતર વસાવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આદિવાસીઓને થતાં અન્યાયનો મુદ્દો આગળ કરી વળતર ચૂકવવા માગ કરી છે. ઘટનાના પગલે વિશ્વ આદિવાસી દિવસે “આદિવાસી આક્રોશ દિવસ” ઉજવવાનું એલાન કર્યું હતું.

Next Video