Rain News : વલસાડમાં જીવના જોખમે નદી પાર કરી વાલીઓ બાળકોને મોકલી રહ્યા છે શાળાએ, જુઓ Video
વલસાડના કપરાડા તાલુકાના ઘાણ વેગણ ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સૌ પ્રથમ આ દ્રશ્યો પર નજર કરો. દ્રશ્યો જોઇને જ ઘટનાની ગંભીરતા વિચારી શકાય છે. જો સહેજ પગ લપસ્યો તો સમજો ગયા કામથી. વલસાડના કપરાડામાં દર ચોમાસામાં ધામણ વેગણ ગામના લોકો સંપર્ક વિહોણા થઇ જાય છે.
Rain News : રાજ્યભરમાં વરસાદી કહેર યથાવત છે. જ્યાં વલસાડના કપરાડા તાલુકાના ઘાણ વેગણ ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સૌ પ્રથમ આ દ્રશ્યો પર નજર કરો. દ્રશ્યો જોઇને જ ઘટનાની ગંભીરતા વિચારી શકાય છે. જો સહેજ પગ લપસ્યો તો સમજો ગયા કામથી. વલસાડના કપરાડામાં દર ચોમાસામાં ધામણ વેગણ ગામના લોકો સંપર્ક વિહોણા થઇ જાય છે.
મજબૂરીના માર્યા ગ્રામજનોને ન છૂટકે બાળકોને સ્કૂલે મોકલવા પડે છે. અને યુવાઓને નોકરીએ જવા જીખનું જોખમ લેવુ પડે છે. ગ્રામજનો ખભે બેસાડીને બાળકોને સ્કૂલે મોકલી રહ્યા છે. તો યુવાઓ પણ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થઇ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગ્રામજનોએ બ્રિજ બનાવવાની રજૂઆત કરી છે. પરંતુ તંત્રએ હજુ સુધી આ માગને નજરઅંદાજ જ કરી છે. ત્યારે આશા રાખીએ કે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી માગ કરી છે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News