અમદાવાદઃ વિરમગામ અને સાણંદમાં CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ વીડિયો

|

Jul 20, 2024 | 4:52 PM

મુખ્યમંત્રી દ્વારા જાતમાહિતી મેળવવા ગોરજ ગામ નજીક આવેલ સોર્સ-1 તથા હાંસલપુર નજીક સોર્સ-3 કેનાલની મુલાકાત લેવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ સૂચનાઆઓ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં ચાલી રહેલા સિંચાઈના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ₹377.65 કરોડના પ્રથમ તબક્કાનું કાર્યનું નિરીક્ષણ કરી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા જાતમાહિતી મેળવવા ગોરજ ગામ નજીક આવેલ સોર્સ-1 તથા હાંસલપુર નજીક સોર્સ-3 કેનાલની મુલાકાત લેવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ સૂચનાઆઓ આપી હતી.

નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના 11,000 હેક્ટર વિસ્તારને લાભ મળશે. સાણંદનાં 14, વિરમગામનાં 13 તથા બાવળા તાલુકાનાં 12 ગામ મળી નળકાંઠાના 39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. હાલમાં ચાલી રહેલી ફેઇઝ-1 ની કામગીરી પૂર્ણ થતાં આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળશે.

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:46 pm, Sat, 20 July 24

Next Video