નર્મદા : પતંગની દોરીથી મૃત્યુ પામેલા યુવાનને મિત્રોએ ઉત્તરાયણ દરમિયાન આપી અનોખી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો
નર્મદા : ઉત્તરાયણ પર્વ દરમિયાન દ્વિચક્રી વાહનચાલકોનો અકસ્માતનો ભોગ બનવાનો ભય સૌથી વધુ રહે છે. રાજપીપળાના યુવાનોએ દોરીથી લોકો ઇજા ન પામે તે માટે વાહનચાલકોનો જીવ બચાવવા એક ઝુંબેશ ઉપાડી છે.
નર્મદા : ઉત્તરાયણ પર્વ દરમિયાન દ્વિચક્રી વાહનચાલકોનો અકસ્માતનો ભોગ બનવાનો ભય સૌથી વધુ રહે છે. રાજપીપળાના યુવાનોએ દોરીથી લોકો ઇજા ન પામે તે માટે વાહનચાલકોનો જીવ બચાવવા એક ઝુંબેશ ઉપાડી છે. નીરજ પટેલ નામના યુવાનની રાહબરી હેઠળ 1000 જેટલી બાઇકો અને સ્કુટરોના ચાલકોને પતંગની દોરીથી રક્ષણ મળે એવા નિઃશુલ્ક ગાર્ડ લગાડી આપવામાં આવી રહ્યા છે.
આ માટે ટીમ દ્વારા કોઇ પણ ચાર્જ લીધા વગર લગાવી આપવાનું ઉમદ્દા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ગત વર્ષે અંગત મિત્રનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાનું પુનરાવતર્ન ન થાય અને મિત્રને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પવા યુવાનોએ અનોખો સેવાયજ્ઞ કર્યો હતો. આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગ ના દોરીથી ઇજાના કિસ્સા બને નહીં તે માટે પ્રયાસ હાથ ધરાયા છે.
Input Credit : Vishal Pathak, Narmada
Published on: Jan 13, 2024 12:15 PM