નર્મદા : ડેડીયાપાડામાં પૂલ તૂટી જવા લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર, જુઓ વીડિયો
નર્મદા : સરકાર રસ્તા માટે કરોડો ખર્ચે રસ્તા અને પૂલ બનાવે છે. બીજી તરફ રસ્તા માટે સતત વિવાદો થાય છે અને રસ્તા માટે આંદોલન થાય છે. રસ્તાનો રસ્તો કરવા લોકો રોષ પણ વ્યક્ત કરે છે.
નર્મદા : સરકાર રસ્તા માટે કરોડો ખર્ચે રસ્તા અને પૂલ બનાવે છે. બીજી તરફ રસ્તા માટે સતત વિવાદો થાય છે અને રસ્તા માટે આંદોલન થાય છે. રસ્તાનો રસ્તો કરવા લોકો રોષ પણ વ્યક્ત કરે છે પરંતુ રાજ્યના રસ્તાઓ ક્યારે સંતોષકારક સ્થિતિમાં આવશે તે સવાલનો જવાબ જડતો નથી.
આ વાત કહેવા પાછળનું કારણ નર્મદાના ડેડિયાપાડાનો પુલ છે. અહીં પુલ બે ટુકડામાં તુટી ગયો છે. મોવીથી ડેડિયાપાડાને જોડતો આ પુલ ખાડી પર બનેલો હતો. ભારે વરસાદ પડ્યો અને બ્રિજના બે ટુકડા થઈ ગયા હતા.
હવે જુઓ બ્રિજના ટુકડાં થયા પછીની સ્થિતિ બદતર છે. પૂલ તો બંધ થઈ ગયો પરંતુ લોકોના કામ તો ચાલુ છે. લોકો જીવના જોખમે હવે ખાડી પસાર કરવા મજબૂર બન્યા છે. પાણીનો પ્રવાહ પણ વધુ છે છતાં લોકોને બીજે કાંઠે જવાનો બીજો કોઈ વિકલ્પ નથી.એટલું જ નહીં વાહનચાલકો પણ વાહનો દોરીને પાણીમાં જ પસાર થઈ રહ્યા છે.
આ પણ વાંચો : નર્મદા : નાંદોદના લાછરસમાં પૂરની સ્થિતિ, કમર સુધીના પાણી ભરાયા, ગામમાં જવાનો રસ્તો પણ થયો બંધ, જુઓ-Video