Gujarati Video : ગુજરાતને ચોમાસા સુધી પાણીની સમસ્યા નહીં નડે, નર્મદા ડેમમાંથી ચાલુ વર્ષે 11.7 મિલિયન એકર ફિટ પાણી આપવાનો નિર્ણય લેવાયો
Narmada News: નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ભોપાલ ખાતે મળેલી બેઠકમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી આવતા ચોમાસા સુધી ગુજરાતને પાણીની કોઇ તકલીફ નહીં પડે.
નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. ત્યારે જીવાદોરી સમાન આ નર્મદા ડેમમાંથી ગુજરાતને ચાલુ વર્ષે 11.7 MAF પાણી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ભોપાલ ખાતે મળેલી બેઠકમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી આવતા ચોમાસા સુધી ગુજરાતને પાણીની કોઇ તકલીફ નહીં પડે. નર્મદાના નીરથી 80 ડેમ, 150 તળાવ અને 900થી વધુ ચેકડેમ ભરી ગુજરાતના ખૂણેખૂણે સુધી પાણી પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો-Chota Udepur: છોટાઉદેપુરનો માંઝી ખુશાલ ભીમ, પાણીની અછત દૂર કરવા જાતમહેનતે ખોદી રહ્યો છે કૂવો
નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ભોપાલ બેઠકમાં લેવાયો નિર્ણય
નર્મદા ડેમની ઊંચાઇ વધારાયા બાદ ગુજરાતને પ્રથમવાર આટલી મોટી જળરાશિ મળવા જઇ રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે જળરાશિની વહેંચણી સહિતના મુદ્દે બનેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દર વર્ષે પાણી વહેંચણી અંગે નિર્ણય કરે છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતને ચાલુ વર્ષે 11.7 MAF પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
ચોમાસા સુધીની પાણીની સમસ્યાનો ઉકેલ આવતા ગુજરાત પ્રશાસનની સાથે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને આ વર્ષે સિંચાઇના પાણીની તકલીફ નહીં પડે તેની ખુશી જોવા મળી રહી છે.
